Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Asia Cup 2022: એશિયા કપમાં પાકિસ્તાન સાથે થશે ભારતની ટક્કર, શ્રીલંકામાં રમાનારી T20 ટૂર્નામેન્ટની તારીખો જાહેર

team india
, ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (23:20 IST)
એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2022ની તારીખોની જાહેરાત કરી છે. શ્રીલંકાને આ ટુર્નામેન્ટની મહેમાનગીરી  સોંપવામાં આવી છે. T20 વર્લ્ડ કપ પહેલા યોજાનારી આ ટુર્નામેન્ટ માત્ર T20 ફોર્મેટમાં જ રમાશે. પ્રથમ મેચ 27 ઓગસ્ટે રમાશે જ્યારે ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપની 15મી સીઝનમાં ભારતીય ટીમ પોતાના ખિતાબનો બચાવ કરવા ઉતરશે. આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાયર મેચો 20 ઓગસ્ટથી શરૂ થશે. અગાઉ આ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બર 2020માં યોજાવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે તેનું આયોજન જૂન 2021માં કરવામાં આવશે, પરંતુ બીજી વખત તેને સ્થગિત કરવું પડ્યું. હવે કોરોનાના કેસો ઘટયા બાદ સ્થિતિ સામાન્ય બની છે અને એજીએમની બેઠકમાં સપ્ટેમ્બર મહિનામાં તેનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
સૌથી વધુ સાત વખત ચેમ્પિયન બની ચુક્યુ છે ભારત 
 
અત્યાર સુધી આ ટૂર્નામેન્ટ 14 વખત આયોજિત કરવામાં આવી છે. શ્રીલંકાએ ચાર વખત તેની યજમાની કરી છે. તે 2010 બાદ પ્રથમ વખત આ ટુર્નામેન્ટનું આયોજન કરશે. ભારતીય ટીમ સૌથી વધુ સાત વખત ચેમ્પિયન બની છે. આ સાથે જ શ્રીલંકા પાંચ વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. પાકિસ્તાન બે વખત ચેમ્પિયન બન્યું છે અને બાંગ્લાદેશ ત્રણ વખત ફાઇનલમાં હારી ગયું છે.
 
એજીએમની બેઠકમાં થયા આ મહત્વના નિર્ણયો 
 
જીએમની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ 2024 સુધી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ તરીકે ચાલુ રહેશે. એજીએમમાં ​​તમામ સભ્યોએ સર્વાનુમતે જય શાહની મુદત લંબાવવાનો નિર્ણય લીધો હતો. આ સાથે કતાર ક્રિકેટ સંઘને  કાઉન્સિલમાં પૂર્ણ સભ્યનો દરજ્જો આપવામાં આવશે. અગાઉ કતાર ક્રિકેટ પાસે માત્ર એસોસિએટ  ટીમનો દરજ્જો હતો.
 
ACCમાં કાયમી સભ્યો તરીકે પાંચ બોર્ડ છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને પાકિસ્તાન કાયમી સભ્ય છે. આ પાંચ બોર્ડ ઉપરાંત ઓમાન, ભૂતાન, નેપાળ, UAE, થાઈલેન્ડ, ચીન, બહેરીન, હોંગકોંગ સહિતના અન્ય ઘણા દેશોના બોર્ડ ACCમાં સામેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના કાંઠાના ગામો અને વિસ્તારોને સાવચેત રહેવા સૂચના