Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્ષના અંત સુધી તૈયાર થઈ શકે છે કોરોના વાયરસ વૈક્સીન, WHO પ્રમુખે કર્યુ એલાન

Webdunia
બુધવાર, 7 ઑક્ટોબર 2020 (11:51 IST)
કોરોના વાયરસના વેક્સીન અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ટેડ્રોસ અદનોમ  ઘેબીયસે વિશે મોટી જાહેરાત કરી છે. જિનીવામાં, તેમણે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસ માટેની એક પ્રામાણિક રસી તૈયાર થઈ શકે છે. તેમણે રસી ઉપલબ્ધ થાય ત્યારે સમાન વિતરણની ચોક્સાઈ કરવા તમામ નેતાઓ વચ્ચે એકતા અને રાજનીતિક પ્રતિબદ્ધતા માટે હાકલ કરી છે.
 
આ વર્ષના અંત સુધી બની જશે વેક્સીન 
 
ટેડ્રોસે ડબ્લ્યુએચઓના એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં કહ્યું કે આપણને વેક્સીનની જરૂર પડશે અને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં આપણી પાસે એક વેક્સીન  આવી શકે છે.  આ બેઠકમાં ડબ્લ્યુએચઓ કોરોના વાયરસ રોગચાળાના વૈશ્વિક પ્રતિક્રિયાની તપાસ કરી રહી છે.
 
વિશ્વની 10 ટકા વસ્તીને કોરોના 
 
કોરોના વાયરસને લઈને સોમવારે ડબ્લ્યુએચઓની 34 સભ્યોની એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ડો.માઇકલ રિયાને કહ્યું કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સંખ્યા બદલાઈ શકે છે. તેમણે સ્પષ્ટતા કરી કે આનો અર્થ એ નથી કે વિશ્વની મોટાભાગની વસ્તી જોખમમાં છે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં દર 10 લોકોમાંથી એક વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે.
 
આ વર્ષના અંત સુધી વેક્સીન બનાવી લેશે ફાઈઝર 
 
એક મોટી દવા નિર્માતા કંપની ફાઈઝર કંપનીને આશા છે કે આ વર્ષના ઓક્ટોબરની શરૂઆતમાં તેને રેગુલેટરી તરફથી મંજુરી મળશે અને વર્ષના અંત સુધી તે  કોવિડ-19 વેક્સીન બજારમાં લોંચ કરી દેશે.  ફાઈઝર તેના જર્મન ભાગીદાર બાયોનોટેકના સહયોગથી રસી બનાવી રહ્યું છે. તેણે 10 કરોડ ડોઝ આપવા માટે અમેરિકન સરકાર સાથે લગભગ 2 અબજ ડોલરના સોદા પર પણ હસ્તાક્ષર કર્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગર્લફ્રેન્ડને ચુંબન કરવું કે ગળે લગાડવું એ ગુનો છે કે નહીં? વાંચો મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો આદેશ

UP Crime - ઈટાવા સામુહિક હત્યાકાંડ - બાળકોના મોઢામાંથી ફેસ નીકળતો જોઈને માતાનો આક્રંદ, પહેલા મારુ ગળુ દબાવી દો...

ખાટુશ્યામ મંદિરમાં નાસભાગ, 7 શ્રદ્ધાળુઓ ઘાયલ, શાહજહાંપુરમાં રેલિંગ તૂટવાથી અકસ્માત

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ પહેલા ઉદ્ધવ ગુટે CM પર પર દાવો ઠોકી દીધો છે. આ પગલામાં MVAમા વિવાદ અને વધુ ઉંડુ થઈ શકે છે.

Gujarat Ranotsav 2024: કચ્છનો રણોત્સવ શરૂ; 90 ટકા એડવાન્સ બુકિંગ પૂર્ણ

આગળનો લેખ
Show comments