દેશભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન અમલમાં છે. બે તબક્કાઓ પસાર થઈ ગયા છે અને ત્રીજો તબક્કો (લોકડાઉન 3.0.)) ચાલી રહ્યુ છે. લોકડાઉન 4.0સોમવારથી શરૂ થવાનું છે. આશા છે કે વખતે લોકોને વધુ છૂટ મળશે, જેનો ઈશારો ખુદ પીએમ મોદીએ આપ્યો છે. જો કે શાળાઓ, કોલેજો, મોલ્સ અને થિયેટરો શરૂ કરવાની મંજૂરી મળશે નહીં, કેટલાક વિસ્તારોમાં સલુન્સ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. ઉપરાંત, બિન-જરૂરી ચીજોની ડિલિવરી શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં લોકો વિચારી રહ્યા છે કે તેમના રાજ્યમાં શું છૂટછાટ મળી શકે છે, ચાલો જાણીએ.
1- આંધ્રપ્રદેશમાં પબ્લિક એક્ટિવિટી શરૂ કરવાની દરખાસ્ત એનબીટી
જો આપણે આંધ્રપ્રદેશની વાત કરીએ, તો રાજ્ય દ્વારા કેન્દ્રને બિન-નિયંત્રણ ક્ષેત્રમાં તમામ આર્થિક અને જાહેર પ્રવૃત્તિઓ શરૂ કરવા માટેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અહીં સુધીમાં 2100 થી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે અને લગભગ 11,500 લોકો ક્યુરેન્ટાઇનમાં છે.
2 દિલ્હીમાં કેજરીવાલ શુ બોલ્યા
ગુરુવારે મીડિયાને સંબોધન કરતી વખતે રાજધાની દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને દિલ્હીના લોકોનો પ્રતિસાદ મળ્યો છે. તેમના આધારે, કેજરીવાલે કહ્યું કે દિલ્હીના લોકો ઇચ્છે છે કે સંક્રમણ ક્ષેત્રમાં પણ કેટલીક આર્થિક પ્રવૃત્તિ શરૂ થાય. તેમણે કહ્યું કે દિલ્હીથી કેટલાક પ્રતિબંધો હટાવવા જોઈએ, તે તમામ ક્ષેત્રો રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે.
3 કેરળ ઇચ્છે છે કે પર્યટન શરૂ થાય
આ એક એવું રાજ્ય છે જેની પર્યટનથી સૌથી વધુ આવક થાય છે. રાજ્યએ માંગ કરી છે કે લોકડાઉન 4.0. માં મેટ્રો સેવાઓ, સ્થાનિક ટ્રેનો, ઘરેલુ ફ્લાઇટ્સ, રેસ્ટોરાં અને હોટલ ખોલવા જોઈએ. કેરલમાં જ કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો અને રાજ્યે કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. અહીં આશરે 560 કેસ નોંધાયા હતા, જેમાંથી 500 જેટલાને ઠીક થઈ ગયા છે. રાજ્યમાં કોરોના વાયરસને કારણે માત્ર 4 લોકોના મોત થયા છે.
4- કર્ણાટકમાં રેસ્ટોરન્ટ-હોટલ ખોલવા માંગે છે સરકાર
કર્ણાટકે કોરોના વાયરસ સામેની લડતમાં પણ સારી ભૂમિકા ભજવી છે. કર્ણાટકે સરકારને કહ્યુ છે કે રાજ્યમાં રેસ્ટોરેરન્ટ્સ, હોટલ અને જીમ ખોલવા જોઈએ. કર્ણાટકમાં 959 સક્રિય કેસ છે અને લગભગ 1518 લોકોને આઈસોલેશમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય ચે કે ગયા અઠવાડિયે, રાજ્ય સરકારે પબ અને બારને દારૂ વેચવાની મંજૂરી આપી હતી, પરંતુ ફક્ત ટેક અવે સિસ્ટમ હેઠળ.
5. તામિલનાડુમાં કંટેટમેંટ ઝોનમાં પણ દુકાનો ખોલો
રાજ્યે કહ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં આર્થિક પ્રવૃત્તિ પણ ફરી શરૂ કરવી જોઈએ. જોકે, રાજ્યમાં પાછલા દિવસોમાં કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. શાકમાર્કેટમાંથી આશરે 2600 કેસ નોંધાયા છે. રાજ્યમાં સોમવારથી મોટી સંખ્યામાં રાહતો જાહેર કરવામાં આવી છે. તેમજ કામના કલાકો અને કારખાનામાં વધારો કરવાની છૂટ પણ સોમવારથી મળી રહેશે.
6- ગુજરાતમાં શરૂ થવી જોઈએ તમામ ઈકોનોમિક એક્ટીવીટી
લોકડાઉન 4.0.માં, ગુજરાત સરકાર ઇચ્છે છે કે ત્યાંના તમામ શહેરી કેન્દ્રોમાં તમામ ઈકોનોમિક એક્ટીવીટી શરૂ થાય. જોકે, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં કોરોના કેસની સંખ્યા વધુ છે છે. ગુજરાતમાં 70 ટકા કેસ ફક્ત અમદાવાદમાં છે.
7. નિયમો અને શરતો સાથે મહારાષ્ટ્રમાં ઉદ્યોગો ખુલશે
મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં લગભગ 30,000 કેસ નોંધાયા છે અને 1000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં સરકારે ઉદ્યોગોને અમુક નિયમો અને શરતો સાથે ખોલવાની મંજૂરી આપી છે. જો કે, ખરાબ પરિસ્થિતિઓને લીધે, કેટલીક વિશેષ છૂટ ઉપલબ્ધ થશે નહીં.
8 બિહાર, ઝારખંડ, ઓડિશામાં શું ?
લોકડાઉન 4 માટે બિહાર, ઝારખંડ, ઓડિશાની એક અલગ યોજના છે. અહીંની સરકારો ઇચ્છે છે કે દરેક વસ્તુ સંપૂર્ણ રીતે બંધ થઈ જાય, કોઈ છૂટ ન આપવામાં આવે. આ રાજ્યોમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે તો ઘોષણા પણ કરી દીધી છે કે 31 મે સુધી લોકડાઉન ચાલુ રહેશે. જો કે, જિલ્લાઓને કેટલીક છૂટ આપવાનો અધિકાર રહેશે.
9- પંજાબમાં સખત લોકડાઉન વધશે
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પણ કહ્યું છે કે રાજ્યમાં હજી છૂટછાટો ન મળવી જોઈએ, પરંતુ કડક લોકડાઉન લગાડવુ જોઈએ. તેમણે એક બેઠકમાં પીએમ મોદીને કહ્યું - અમારા રાજ્યમાં સખત લોકડાઉન થવુ જોઈએ, હું ખાતરી કરીશ કે કરફ્યુ કાયમ રહે.
10. આસમે દરેક વાતને કેન્દ્ર પર છોડી
આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું છે કે ત્યાં સખત લોકડાઉન લાગુ થવુ જોઈએ, પરંતુ તેમણે એ પણ સ્પષ્ટ પણ કરી દીધું છે કે કેન્દ્ર આ મામલે જે નિર્ણય લેશે તે તેમને માન્ય રહેશે.