ભારતમાં આજે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,451 કેસ નોંધાયા છે. આ સંખ્યા ગુરુવારની સરખામણીએ થોડી વધારે છે. ગઈકાલે 25 કલાકમાં, કોવિડ-19ના 2380 નવા કેસ નોંધાયા હતા, જેનાથી દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 13433 થઈ ગઈ . 18 માર્ચ, 2075 કેસ આવ્યા હતા. એટલે કે 34 દિવસ બાદ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે.
11 એપ્રિલથી ભારતમાં કોરોનાનો ગ્રાફ ફરીથી ઉપર તરફ ગયો છે અને દરરોજ કેસ વધી રહ્યા છે.
આ મૃત્યુમાંથી 34 કેરળ, ત્રણ મહારાષ્ટ્ર તેમજ ઉત્તર પ્રદેશ, મિઝોરમ અને નાગાલૅન્ડમાં એક-એક મૃત્યુ નોંધાયાં છે.
ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 5.22 લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.જેમાં સૌથી વધારે 1.47 લાખ મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયાં છે.