દેશમાં કોરોના વૈક્સીન (Corona Vaccine News)ની તૈયારી જોરો પર છે અને આવતા વર્ષના શરૂઆતમાં આ બજારમાં મળી જાય તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે ઑક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીન રેસમાં ખૂબ આગળ છે. ભારત બાયોટેક, સીરમ ઈસ્ટિટ્યુટ ઓફ ઈંડિયા અને જાયડસ કૈડિલા દેશી વૈક્સીનની શોધ કરી રહ્યા છે.
હર્ષવર્ધન બોલ્યા - આગામી વર્ષની શરૂઆતમાં એકથી વધુ વેક્સીન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉકટર હર્ષવર્ધન એ આજે ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે અમને આશા છે કે આવતા વર્ષની શરૂઆત સુધીમાં દેશને એકથી વધુ કોરોના રસી મળી શકે છે. આપણા નિષ્ણાતો રસીના વિતરણ માટે યોજના બનાવી રહ્યા છે.
WHO ને પણ છે આશા
WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્ય વિશ્વનાથને પણ આશા વ્યક્ત કરી હતી કે જીવલેણ કોરોના વાયરસની રસી 2020ના અંત અથવા આવતા વર્ષની શરૂઆતમાં રજીસ્ટ્રેશન માટે ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે જેવુ કે આપ સૌ જાણો છો કે 40 વેક્સીન કંપનીઓ ક્લીનિકલ સ્ટેજના કેટલાંય તબક્કાઓમાં છે. તેમાંથી 10 વેક્સીન પરીક્ષણના ત્રીજા તબક્કામાં છે. આ વેક્સીન સુરક્ષિત પણ દેખાઇ રહી છે અને સારા પરિણામ પરીક્ષણોમાં મળ્યા છે.
આપને જણાવી દઇએ કે આની પહેલાં હર્ષવર્ધને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોમાંથી ડેટા પ્રાપ્ત કરી રહી છે જેથી કરીને વેક્સીન તૈયાર થવા પર તેનું યોગ્ય વિતરણ થઇ શકે. તેમણે કહ્યું હતું કે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે કેવી રીતે દેશમાં તમામ કોરોના રસી ઉપલબ્ધ કરાવી.