આંધ્ર પ્રદેશે કોરોના વાયરસ સાથેની લડાઈમાં એક મહત્વનો પડાવ પાર કરી લીધો છે. રાજ્યમાં બુધવારે અત્યાર સુધી સૌથી વધુ રિકવરી રેટ 95% જોવા મળ્યો. આ સાથે જ આંધ્ર પ્રદેશ દેશનુ પ્રથમ એવુ રાજ્ય બની ગયુ છે જેણે મે પછી આ પ્રકારની સફળતા પોતાને નામે કરી છે. આ પહેલા કેરળમાં ની સ્થિતિ પણ સારી થતી જોવા મળી હતી, પણ અચાનક કેસ ઝડપથી વધવાથી તે આંધ્ર જેવો મુકામ મેળવવાથી ચુકી ગયુ.
અત્યાર સુધી મળતી માહિતી મુજબ રાજ્યમાં 7.93 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે. બુધવારે રાજ્યમાં 3,746 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોમાંથી 7.54 લાખ દર્દીઓને હોસ્પિટલમાંથી રિકવરી અને રજા આપી દેવામાં આવી છે. કુરનૂલ અને નેલ્લોર પણ 98% સુધીના રિકવરી રેટ પર પહોંચ્યુ છે. રાજ્યના દરેક જિલ્લામાં રિકવરી રેટ ઓછામાં ઓછો 90% રહ્યો છે.
આ કારણોથી આગળ નીકળી ગયું આંધ્ર
નિષ્ણાતોનું માનવું છે કે આ સફળતા પાછળ અનેક કારણો હોઈ શકે છે. તેમાં બીમારીને યોગ્ય રીતે મેનેજ કરવી, વ્યાપક સ્તર પર વધુ સટીક રીતે ટેસ્ટિંગ કરવા, કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું, ઘરે-ઘરે જઇ સર્વે કરવો, કમ્યુનિટી સર્વિલન્સ કરવું અને સારવાર અને ઇન્ફ્રાસ્ટ્રકચરને શ્રેષ્ઠ કરવાનું સામેલ છે. જો કે સૌથી મોટી ભૂમિકા મોટા સ્તર પર ટેસ્ટિંગનું રહ્યું.
ટેસ્ટિંગની સૌથી મોટી ભૂમિકા
જુલાઈ મહિનામાં દરરોજ ઇન્ફેકશનની સંખ્યામાં વધારો થવા છતાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર પછી રાજ્યમાં ટેસ્ટિંગ પર પૂરો ભાર મૂકવામાં આવ્યો હતો અને દેશમાં સૌથી વધુ ટેસ્ટિંગ કરનારા રાજ્યોમાં આંધ્ર સામેલ થઇ ગયું. દેશમાં સૌથી વધુ ટેસ્ટ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) , બિહાર (Bihar) , કર્ણાટક (Karnataka), તમિલનાડુ (Tamil Nadu), મહારાષ્ટ્ર (Maharashtra) , આંધ્રપ્રદેશ (Andhrapradesh) , કેરળ (Kerala), દિલ્હી (Delhi), રાજસ્થાન (Rajasthan) અને છત્તીસગઢ (Chhattisgarh) માં કરાય છે. જો કે, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ પોઝિટિવિટી રેટમાં વધારો કરવા છતાં 14 દિવસની અંદર થનાર ટેસ્ટિંગને ઘટાડી દીધા છે.
ખતરો હજુ ટળ્યો નથી
જો કે હજુ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. એવી આશંકા છે કે રાજ્યમાં સંક્રમણની બીજી લહેર આવી શકે છે. વત એમ છે કે નવેમ્બરમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અને કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ કરવાનો પ્રસ્તાવ છે. આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગ કેસ વધવાની સ્થિતિની તૈયારી કરી રહ્યું છે. ખાસ કરીને ત્યારે જ્યારે કૃષ્ણ જેવા જિલ્લાઓમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઇન્ફેકશનના કેસમાં વધારો જોવા મળ્યો છે. શિયાળાની સાથો સાથ તહેવારોની સિઝન આવતાની સાથે જ કોરોના ઇન્ફેકશનના વધુ કેસોમાં વધારો થવાની સંભાવના છે.
અમેરિકા બાદ સૌથી વધુ ટેસ્ટ ભારતમાં
આ અઠવાડિયે ભારતમાં 10 કરોડ ટેસ્ટ પૂરા કરી શકે છે. બુધવાર સુધીમાં દેશમાં 9.72 કરોડ ટેસ્ટ થઇ ચૂકયા છે. તેનાથી વધુ 12.7 કરોડ ટેસ્ટ અત્યાર સુધી માત્ર અમેરિકામાં જ કરાયા છે. દિલ્હીમાં દરરોજ 10 લાખ લોકો એ 2 લાખ ટેસ્ટ, આંધ્રમાં 1.37 લાખ, તામિલનાડુમાં 1.2 લાખ, કેરળમાં 1.14 લાખ, કર્ણાટકમાં એક લાખ, બિહારમાં 78,563, મહારાષ્ટ્રમાં 67,500, યુપીમાં 59,764, રાજસ્થાનમાં 45,611 અને પશ્ચિમ બંગાળમાં 42,088 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.