બાળકને ખુશ કરવા માટે માતા-પિતા ઘણીવાર ગલીપચી કરતા જોવા મળે છે. તમે પણ નવજાત બાળકને હસાવવા માટે તેને ઘણી વખત ગલીપચી કરી હશે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરીને તમે તમારા બાળકને નુકસાન પહોંચાડી રહ્યા છો? હા આ સાચું છે. જ્યારે બાળક નાનું હોય છે, ત્યારે તેના ચહેરા પર આવનારુ સ્મિત હાસ્યનો સંકેત નથી. પરંતુ ઘણા માતા-પિતા તેને બાળકોનુ હાસ્ય માને છે અને તેમને વધુ ગલીપચી કરવા લાગે છે, જેના કારણે તેમને વધુ તકલીફ થવા માંડે છે.
ગલીપચી બે પ્રકારની હોય છે. પ્રથમ નિસ્મેસિસ અને બીજું ગાર્ગાલેસિસ. નિસ્મેસિસ ગલીપચી કોઈ વ્યક્તિના હળવા સ્પર્શથી થાય છે. તમને તેના પર હસુ નહી આવે. ગાર્ગલેસિસ દરમિયાન વ્યક્તિ મોટેથી હસે છે. યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે બાળકને ગલીપચી થવા પર દુખાવો થઈ શકે છે. અત્યાર સુધી આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં ગલીપચીને કારણે મોત થયા છે.
છાતી અને પેટમાં થાય છે દુખાવો
બાળકો માટે હળવી ગલીપચી નુકસાનકારક નથી. જો તમે તેને ખૂબ ઝડપથી ગલીપચી કરો છો, તો તે તેને નુકસાન પહોંચાડી શકે છે. તેને પીડા થઈ શકે છે. બાળકો નાના હોવાથી તેઓ તેમની સમસ્યાઓ તમને જણાવી શકતા નથી. જો કે તેમને ગલીપચી દરમિયાન છાતી અને પેટમાં તકલીફ થઈ શકે છે.
હેડકી આવવી શરૂ થાય છે
એટલું જ નહીં, બાળકોને વધુ પડતી ગલીપચી કરવાથી હેડકી પણ આવી શકે છે. જેના કારણે તે ચીડાઈને રડવા લાગે છે. ગલીપચીને કારણે તેના અંગો પર જોરદાર આંચકો લાગે છે. તેમના બાહ્ય અને આંતરિક અવયવોમાં ઇજા થઈ શકે છે. બાળકો તેમની સમસ્યાઓ બોલીને વ્યક્ત કરી શકતા નથી. એટલા માટે માતાપિતાએ તેમની સાથે આવું કરવાનું ટાળવું જોઈએ.