Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ચૈત્ર નવરાત્રિમાં કરો આ મહાઉપાય, બની જશે બગડેલા કામ

ચૈત્ર નવરાત્રિમાં કરો આ મહાઉપાય, બની જશે બગડેલા કામ
, શુક્રવાર, 1 એપ્રિલ 2022 (10:58 IST)
નવરાત્રિમાં નવ દિવસ સુધી માતાની ભક્તિથી વાતાવરણ ભક્તિમય રહે છે.  નવરાત્રિમાં ઘરમાં મા દુર્ગાનુ આહવાન કરવામાં આવે છે. વ્રત ઉપવાસથી મા આદિશક્તિને પ્રસન્ન કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે  નવરાત્રિ કોઈપણ હોય કેટલાક સરળ ઉપાય જીવન સુખમય બનાવે છે. આ ઉપાય તરત જ ફળ પ્રદાન કરે છે.  જો તમારી પણ કોઈ ઈચ્છા છે તો ચૈત્ર નવરાત્રિના 9 દિવસ ધન, સંતાન પ્રમોશન વિવાહ અટકેલા કામ જલ્દી પુરા કરવા માટે આ ઉપાયો કરો.  તમારી મનોકામના જરૂર પુરી થશે.   
 
ચૈત્ર નવરાત્રિના 9 દિવસના 9 ઉપાય  
 
- પહેલા દિવસથી 9 દિવસ સુધી મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવો અને ઘરના મેન ગેટ પર તોરણ લગાવવાથી મા દુર્ગાની કૃપા વરસે છે. image 4  
- નવરાત્રિના પ્રથમ દિવસથી નવ દિવસ સુધી સતત હનુમાન મંદિરમાં જઈને પાન ચઢાવો. નવ દિવસ સુધી કરવામાં આવેલા આ કાર્ય જે મનોકામના માટે કરશો તે જરૂરે પુરી થશે. 
- કોઈપણ પ્રકારણી બીમારી ઠીક કરવા માટે દેવી મા ની સામે નવ દિવસ અખંડ જ્યોતિ પ્રગટાવવી જોઈએ અને જો આવુ ન કરી શકો તો નવ દિવસ સવાર-સાંજ દેવી સમક્ષ ઘી નો દિવો પ્રગટાવવો જોઈએ અને આ દિવામાં 4 લવિંગ નાખો 
-અર્ગલા સ્તોત્ર અને કીલકમનો પાઠ રોજ માતા સામે કરો અને શીરાનો નૈવેદ્ય ચઢાવીને એક કમળનુ પુષ્પ અર્પણ કરો. આવુ કરવાથી તમારી લગ્નની ઈચ્છા પુરી થશે. 
- કોઈની સાથે સંબંધ જોડવો હોય કે સંતાનની ઈચ્છા હોય તો નવરાત્રિમાં પુરા નવ દિવસ પાંચ પ્રકારના સુકામાવા લાલ ચુંદડીમાં મુકીને દેવીને ભોગ લગાવો અને પછી તેને પ્રસાદના રૂપમા ખાઈ લો. 
- ધન પ્રાપ્તિ માટે નવરાત્રિના પુરા નવ દિવસ રોજ એક સમય પર દેવી મા ને તાજા પાનના પત્તા પર સોપારી અને સિક્કો મુકીને સમર્પિત કરો.  
- દેવી માતા પાસે સુખ જોઈએ તો દેવીને નવ દિવસ સતત 7 ઈલાયચી અને મિશ્રીનો ભોગ લગાવો.  
- નવરાત્રિમા લાલ આસન પર બેસીને જે જાતક વિષ્ણુ સહસ્ત્રનામ અને લલિતા સહસ્ત્રનામનો પાઠ કરે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે  
- નવરાત્રિમાં પહેલા દિવસે એક, બીજા દિવસે બે આવુ કરીને ક્રમશ નવ કન્યાઓને ભોજન કરાવો અને તેમની પૂજા કરી તેમને ભેટ આપો. આ ઉપાય ઘર પરિવાર પર આવનારા દરેક સંકટને દૂર દેશે અને તમારા ઘરમા સુખ શાંતિનો વાસ થશે. 
- નવરાત્રિમાં ઘરમાં સોના (Gold)ની કે ચાંદી(Silver)ની કોઈપણ શુભ સામગ્રી જેવી કે સ્વસ્તિક, ૐ, શ્રી, હાથી, કળશ-દીવો, ગરૂડ ઘંટી, પાત્ર, કમલ, શ્રીયંત્ર, આચમની , મુકુટ, ત્રિશુળ વગેરે ખરીદીલો અને તેને દેવીના ચરણોમાં સમર્પિત અને નવરાત્રિના અંતિમ દિવસે આ સામગ્રીને ગુલાબી કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દો. આ ઉપાય તમારા ઘરમાં ધન વર્ષા કરી દેશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચૈત્ર નવરાત્રી - નવરાત્રીમાં કરો રાશિ મુજબ મંત્રોનો જાપ, માતા પુરી કરશે તમારી મનોકામના