સંસદનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થઈ રહ્યું છે. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળનું આ બીજું સામાન્ય બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ શનિવારે બજેટ રજૂ કરશે
ભારત ટેક્નોલોજીના ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છેઃ રાષ્ટ્રપતિ
બજેટ સત્ર પહેલા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આજે ભારત ટેક્નોલોજીના ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિ નોંધાવી રહ્યું છે. ભારતની UPI ટેક્નોલોજીની સફળતાને દુનિયાના ઘણા દેશો જોઈ રહ્યા છે.
નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસના ઉદ્ઘાટન સાથે શિક્ષણમાં ભારતનું ગૌરવ પાછું લાવવામાં આવ્યું છે. એ દિવસ દૂર નથી જ્યારે ભારતના મિશન ગગનયાનમાં ભારતીય નાગરિક અવકાશમાં જશે.
મેકઅપ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા જેવી પહેલોએ યુવાનોને મહત્વની તકો પૂરી પાડી છે.
આયુષ્માન ભારત યોજના હેઠળ 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને સ્વાસ્થ્ય વીમો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને દર વર્ષે 5 લાખ રૂપિયાનો વીમો મળશે