નાણાકીય મંત્રીએ બજેટ દરમિયાન આજે નાના કરદાતાઓને રાહત આપી છે. તેમણે ટેક્સ પર છૂટ આપતા હાઉસ રેંટમાં છૂટ વધારી. પાંચ લાખની આવક પર 3 હજાર ટેક્સનો ફાયદો જ્યારે કે મકાન ભાડામાં 24 હજાર થી 60 હજાર રૂપિયાની છૂટ આપી. બીજી બાજુ ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કર્યો.
પ્રધાનમંત્રી રહેઠાણ યોજના હેઠળ લોકોને પહેલીવાર ઘર ખરીદનારાઓને કરમાં 50 હજાર રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે. પણ તેમા 50 લાખથી વધુ કિમંતનુ ઘર ન હોવુ જોઈએ.
જેટલીએ નાના કરદાતાઓને રાહત આપતા કહ્યુ કે 5 લાખથી 87 એ ના હેઠળ 3000 રૂપિયાની છૂટ મળશે. જેમનુ પોતાનુ કોઈ મકાન નથી તેમણે ભાડાના 60 હજાર દર વર્ષે છૂટ મળશે.