નાણાકીય મંત્રી અરુણ જેટલી સોમવારે સંસદમાં વર્ષ 2016-17નુ સામાન્ય બજેટ રજુ કરી રહ્યા છે.
ઉદ્યોગ જગતથી લઈને સામાન્ય લોકો સુધી દરેકને મોદી સરકારે આ બીજા બજેટથી અપેક્ષાઓ છે. જાણો સંસદમાં નાણાકીય મંત્રી અરુણ જેટલીએ બજેટમાં કંઈ વસ્તુઓ મોંઘી કરી છે.
શુ થયુ મોંઘુ
- દરેક પ્રકારની કાર મોંઘી, 10 લાખથી વધુની લકઝરી કાર પર 1 ટકા વધુ કર, નાની કારો પર 1 ટકા ઈંફ્રાસ્ટ્રક્ચર કર, ડીઝલ કાર પર 2.5 ટકા અને એસયૂવી પર 4 ટકા ઉપકર
- વાહનો પર ઈંફાસ્ટ્રકચર સેસ લગાવવામાં આવશે
- તંબાકૂ ઉત્પાદનો પર એક્સાઈઝ ડ્યુટી વધારવામાં આવશે. બીડી છોડીને બાકી બધા તંબાકૂ ઉત્પાદન મોંધા થશે.
- દારૂ મોંઘી, કોલસો પણ મોંઘો થયો
- સોનુ, ડાયમંડના ઘરેણા, ડાયમંડ અને અન્ય રત્નોથી બનેલ જ્વેલરી પર સેવાકર વધારવામાં આવશે.
- કપડા થયા મોંઘા, બ્રાંડેડ ગારમેંટ પર ડ્યુટી આપવી પડશે.
- જેટલા શ્રીમંત તેટલો વધુ ટેક્સ આપવો પડશે.
આવો જાણો શુ થયુ સસ્તુ...
- દવાઓ
- પ્રધાનમંત્રી કૌશલ યોજનાની ભેટ
- દવાઓ
- બીડી સસ્તી
- પહેલીવાર ઘર લેવુ સસ્તુ
- ટેક્સમાં કોઈ ફેરફાર નહી
- ખેતી લાભ