Publish Date: Thu, 04 Jun 2026 (12:09 IST)
Updated Date: Thu, 04 Jun 2026 (12:38 IST)
Veteran filmmaker Pahlaj Nihalani,
બોલિવૂડમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. ફિલ્મ ઉદ્યોગે વધુ એક દિગ્ગજ ગુમાવ્યા છે. ફિલ્મ નિર્માતા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન (CBFC) ના ભૂતપૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાની હવે નથી રહ્યા. તેમણે 76 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને લીવર સંબંધિત બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. પહલાજ નિહલાનીએ પોતાના લાંબા કરિયરમાં ઘણા સ્ટાર્સને ચમકાવ્યા છે, જેમાંથી કેટલાકને તેમણે સ્ટાર બનાવ્યા છે. આ લિસ્ટમાં ગોવિંદા, અક્ષય કુમાર અને સની દેઓલ જેવા મોટા નામ સામેલ છે.
પહલાજ નિહલાનીની ફિલ્મો
નિહલાની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અગ્રણી વ્યક્તિ હતા. તેમણે "આંખે," "અંદાઝ," "તલાશ," "રંગીલા રાજા," "હથકડી," "આંધી તુફાન," "ઇલઝામ," "આગ હી આગ," "પાપ કી દુનિયા," "ગુનાહોં કા ફૈસલા," "આગ કા ગોલા," "મિટ્ટી ઔર સોના" આંઘિયા, ઘાયલ, શોલા ઔર શબનમ, દિલ તેરા દિવાના અને જૂલી અસંખ્ય બોલિવૂડ ફિલ્મોનું નિર્માણ કર્યું. તેઓ બે ફિલ્મોના સ્ક્રીનપ્લે રાઈટર પણ રહ્યા જેમા "અનારી ઈઝ બેક" અને "રંગીલા રાજા." સામેલ છે.
CBFC ચીફ તરીકે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
2015 થી 2017 દરમિયાન, પહલાજ નિહલાનીએ સીબીએફસીના ચેયરપર્સન પણ બન્યા. તેઓ ફિલ્મ સર્ટિકિકેશન અને સેન્સરશીપને લઈને પણ ચર્ચામાં રહ્યા. બોર્ડમાં હતા ત્યારે, તેમણે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા જેના કારણે ઉદ્યોગમાં ઘણી ચર્ચા થઈ. એવું કહેવાય છે કે તેઓ સૌથી ફેમસ સીબીએફસી વડા હતા. તેમના દાયકાઓ લાંબા કરિયરમાં, પહલાજ નિહલાનીએ અનેક કમર્શિયલ સફળ ફિલ્મો આપી, જે બ્લોકબસ્ટર સાબિત થઈ. તેઓ જુદા જુદા જોનરમાં પ્રયોગ કરવા માટે જાણીતા હતા. ઉદ્યોગમાં તેમનું યોગદાન ભૂલી શકાતુ નથી