વ્યક્તિની ખુશીઓની શરૂઆત તેમના ઘરમાંથી માની જાય છે. પણ અચાનકથી આવુ પણ થઈ જાય છે જ્યારે તેમારા જીવનમાં બધુ ઉથલ-પાથલ થવા માંડે છે. ઘરમાં હંમેશા તનાવનુ વાતાવરણ કાયમ રહે છે.
આ બધુ વાસ્તુ દોષના કારણે થાય છે. કારણ કે કોઈપણ વ્યક્તિના જીવનમાં વાસ્તુનુ મુખ્ય યોગદાન થાય છે. આ ધન અને ગુડલક લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન રાખે છે.
તો તમે પણ આ પ્રકારના વાસ્તુ દોષનો સામનો કરી રહ્યા છે તો આજથી જ તેને જોઈને તેનો નિપટારો કરી લો.
1. ઘરમાંથી વાસ્તુ દોષને ખતમ કરવા માટે રોજ સવારે ઉઠીને તાંબાના લોટામાંથી સૂર્યને જળ ચઢાવો.
2. ખાવાનું બનાવતી વખતે પહેલા હંમેશા ગાયને ખવડાવો. ખવડાવતા પહેલા તેના પર ઘી અને થોડી ખાંડ મુકી દો.
3. પૂજા દરમિયાન મંદિરમાં મુકાયેલ ગંગાજળને પૂજા પછી આખા ઘરમાં છાંટો. તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે.
4. ક્યારેય પણ ઘરમાં સૂકા ફૂલ ન મુકશો. પૂજામાં હંમેશા જૂના ફૂલોને હટાવીને નવા અને તાજા ફૂલોથી જ પૂજા કરો.
5. ઘરમાં ભોજન કરતી વખતે હંમેશા ઉત્તર દિશા તરફ મોઢુ કરીને જમવુ જોઈએ. ધ્યાન રાખોકે દક્ષિણ દિશામાં ન બેસો. આ દોષ માનવામાં આવે છે.