Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Urvashi Rautela Mandir: જે મંદિર પર ઉર્વશી રૌતેલા કરી રહી છે દાવો શુ છે તેનો ઈતિહાસ ?

Urvashi Rautela Mandir
, શનિવાર, 19 એપ્રિલ 2025 (16:33 IST)
એક ટીવી શો દરમિયાન ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલા દ્વારા બદરીનાથ ધામમાં પોતાનુ મંદિર હોવાનો દાવો કર્યા બાદ ચમોલી જીલ્લાના હક્કૂક ધારી ખૂબ નારાજ છે. તીર્થ પુરોહિતો સાથે બદરીનાથ મંદિર સાથે જોડાયેલા હકહકૂકધારીઓ, પુજારીઓ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના દાવાને તેને બાલિશ કૃત્ય ગણાવીને જોરદાર વિરોધ થયો છે.
 
બદરીનાથ ધામમાં ઉર્વશીને સૌદર્યની દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. શાસ્ત્રોમાં બદરીનાથ ધામને ઉર્વશી પીઠના રૂપમાં પણ ઓળખાય છે. બામણી ગામમા આવેલ ઉર્વશી મંદિરમાં બદરીનાથના કપાટ ખુલવાની સાથે જ પૂજા અર્ચના થાય છે.  શ્રદ્ધાળુ આ સમયે તેને સૌદર્યની દેવીના રૂપમાં પૂજે છે.  
આ છે માન્યતા ?
 
ઉર્વશી દેવી વિશે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ ધામમાં તપસ્યા કરી રહ્યા હતા. તેમના ધ્યાનના પરિણામે, તેમના જાંઘમાંથી એક સુંદર અપ્સરાનો જન્મ થયો, જેનું નામ ઉર્વશી હતું. ઉર્વશીને સ્વર્ગની સૌથી સુંદર અપ્સરાઓમાંની એક માનવામાં આવે છે. સ્વર્ગીય અપ્સરા ઉર્વશીએ બામની ગામ પાસે થોડા દિવસો વિતાવ્યા. આ સ્થાન પર, વર્તમાન સમયમાં માતા ઉર્વશીને દેવી તરીકે પૂજવામાં આવે છે.
 
બદ્રીનાથ ધામથી એક કિમી દૂર આવેલા બામની ગામમાં ઉર્વશી દેવી મંદિર અંગે બીજી એક માન્યતા છે. માતા સતીને મુક્ત કરવા માટે ભગવાન શિવ પૃથ્વી પર આવ્યા હતા. આ દરમિયાન, સુદર્શન ચક્ર દ્વારા સતીના અનેક ટુકડા કરવામાં આવ્યા. એવું માનવામાં આવે છે કે બામની ગામમાં પણ એક ટુકડો પડ્યો હતો. જેમને દેવી ઉર્વશી તરીકે પૂજવામાં આવતા હતા.
 
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બ્રાહ્મણ પર હું ...' વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં, હવે માંગી માફી, કહ્યું- 'દીકરી અને પરિવાર...'