Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

52 વર્ષની આ અભિનેત્રી જેણે બહેનપણીના પતિ સાથે કર્યા લગ્ન, 10 વર્ષ જૂની ડોલીમાં મંડપ સુધી આવી, 200 કરોડનુ છે નેટવર્થ

raveena
, સોમવાર, 3 ફેબ્રુઆરી 2025 (14:39 IST)
raveena
પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ માટે જાણીતી રવિના ટંડન 90ના દસકામાં ખૂબ ફેમસ હતી. રવિના ટંડનની પર્સનલ જીંદગીની વાત કરી તો અભિનેત્રીએ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા છે. બંનેયે 22 ફેબ્રુઆરી 2004 ના રોજ પંજાબી અને સિંધી પરંપરાઓ મુજબ લગ્ન કરી લીધા. શુ તમે જાણો છો કે રવિના ટંડને એક ભવ્ય લગ્ન કર્યા હતા અને એ ડેસ્ટિનેશન વેંડિંગ કરનારી પહેલી ભારતીય અભિનેત્રી હતી ?
 
પરિઓવાળા હતા લગ્ન 
લગ્નના આટલા વર્ષ વીતી ગયા પછી પણ રવિના અને અનિલના લગ્ન આજે પણ પોતાની ભવ્યતાને કારણે ચર્ચામાં છે.  પોતાના નવી લગ્નની ડ્રેસથી લઈને 100 વર્ષ જૂની ડોલીમાં મંડપ સુધી આવવા સુધી રવિનાના લગ્ન કોઈ પરી ની વાર્તા જેવા જ છે.  
 
બોલીવુડના પહેલા ડેસ્ટિનેશન વેડિંગવાળી અભિનેત્રી 
રવિના ટંડન અને અનિલ થડાનીના લગ્ન ભવ્ય હતા અને તે ડેસ્ટિનેશન વેડિંગ કરનારી પહેલી બોલીવુડ અભિનેત્રી હતી. રવિના અને અનિલે ભવ્ય જગ મંદિર પેલેસમાં પોતાના લગ્ન કર્યા. 
 
ઝીલ કિનારે મહેલમાં લગ્ન 
આ રાજસ્થાનના ઉદયપુરમાં પિછોલા તળાવમાં એક મહેલ છે. રવિના અને અનિલના લગ્નના રિવાજ પંજાબી અને સિંધી રીતિ-રિવાજોથી થયા. 
 
સંગીતમાં પણ થઈ હતી ધમાલ 
રવિના અને અનિલના લગ્ન પહેલાના બધા ફંક્શન શિવ નિવાસ પેલેસમાં થયા હતા. સંગીત માટે રવિનાએ માનવ ગંગવાનીનો ડિઝાઈન કરેલો મુગલ સ્ટાઈલ કેરી વર્ક શરારા અને સાથે સ્પેગેટી સ્ટ્રૈપ ચોલી પહેરી હતી. 
 
હાથમા મેંહદી અને અમરિંદરનુ ગીત 
તેણે પોતાના લુકને કુંદન જ્વેલરીથી કંપ્લીટ કર્યુ. ઉષા શાહે રવિનાને મેહંદી લગાવી અને કોરિ વાલિયાએ રવિનાને મેકઅપ કર્યો.  રવિના ટંડનના સંગીત માટે અમરિંદર સિંહે પોતાના 15 લોકોના બેંડ સાથે સિટી પેલેસમાં પરફોર્મ કર્યુ. 
 
35 વર્ષ જૂની માતાની સાડી પહેરી 
પોતાના ભવ્ય લગ્ન માટે રવિના ટંડને પોતાની માતા વીના ટંડનની 35 વર્ષ જૂની લગ્નની સાડીને કસ્ટમાઈઝ કરી. મરૂણ રંગની સાડીને ડિઝાઈનર માનવ ગંગવાનીએ નવુ રૂપ આપ્યુ હતુ. લહંગામાં સોનાના તાર અને કિમતી પત્થરોનુ કામ કરવામાં આવ્યુ હતુ. 
webdunia
raveena
 
મેવાડીની રાણીની ડોલીમાં આવી 
આ સાંભળવામાં ભલે ભવ્ય લાગે, પણ ડિવા રવીના ટંડનને પોતાના ભવ્ય લગ્નમાં કોઈ કસર છોડી નહોતી અને 100 વર્ષ જૂની ડોલીમાં મંડપમાં આવી. અભિનેત્રી જૂની ડોલીમાં બેસી, જેના પર એક સમયે મેવાડની રાણી સવાર હઈ. આ ખરેખર લગ્નના મંડપમાં આવવાની એક શાહી રીત હતી. 
 
નતાશા સાથે લગ્નમાં આવી દરાર 
અનિલ થડાનીની મુલાકાત રવિના ટંડન સાથે 2003માં એક સ્પોર્ટ્સ ડ્રામા સ્ટંપ્ડની શૂટિંગ દરમિયાન થઈ. રોમૂ સિપ્પીની પુત્રી નતાશા સિપ્પી સાથે લગ્ન કરનારા અનિલ પોતાના જીવનમાં મુશ્કેલ સમયમાંથી ગુજરી રહ્યા હતા અને રવિના પણ તેના નિષ્ફળ પ્રેમ સંબંધોથી ભાંગી પડી હતી. 
 
પછી બહેનપણી રવિના સાથે થયા લગ્ન 
એક ઈવેંટમાં  અનિલ અને રવીના મળ્યા, બંને વચ્ચે દોસ્તી થઈ અને આ દોસ્તી પ્રેમમાં પરિણમી અને તેમણે લગ્ન કરી લીધા.  ઉલ્લેખનીય છે કે રવીના નતાશા એક સમયે સારી બહેનપણી રહી ચુકી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - ભસવાનું બંધ