Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Rhea Chakraborty ને જેલમાં જ રહેવુ પડશે, ડ્રગ્સ કેસમાં શૌવિક સહિત બધા 6 આરોપીઓને બેલ નહી

Rhea Chakraborty ને જેલમાં જ રહેવુ પડશે, ડ્રગ્સ કેસમાં શૌવિક સહિત બધા 6 આરોપીઓને બેલ નહી
, શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (13:21 IST)
ડ્રગ ચેટ મામલે રિયા ચક્રવર્તી અને અન્ય 5 આરોપીઓની જામીન અરજી પર નિર્ણય સંભળાવતા કોર્ટે બધાની જામીન અરજીને રદ્દ કરી દીધી છે.  રિયા ચક્રવર્તી 14 દિવસની ન્યાયિક ધરપકડમાં છે તેથી હાલ તેને ભાયખલા જેલમાં જ રહેવુ પડશે. ડ્રગ્સ બાબતે એનસીબીએ જે લોકોની ધરપકડ કરી છે તેમા રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, દીપેશ સાવંત, સૈમુઅલ મિરાંડા, જૈદ વલિત્રા, અબ્દુલ બાસિતના નામનો સમાવેશ છે. રિયા પર ડ્રગ્સ સપ્લાય કરવા, ડ્રગ્સ માટે પૈસા આપવા, સુશાંત સાથે પેડલર્સ સાથે સીધો સંબંધ બનાવવા, શૌવિક, સૈમુઅલ, દીપેશને ડ્રગ્સ માટે ઈંસ્ટ્રક્શંસ આપવાનો આરોપ છે. 
 
રિયાએ બેલની અરજીમાં ખુદને બતાવી નિર્દોષ 
 
રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક અને સુશાંતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાંડા પણ 14 દિવસની ન્યાયિક ધરપકડમાં છે. રિપોર્ટ્સના મુજબ, એનસીબી સોર્સેજએ બતાવ્યુ હતુ કે તેમની પાસે પર્યાપ્ત પુરાવા છે જેને કારણે રિયાની ધરપકડ કરવામાં આવી છે. જો કે જાણવા મળ્યુ છે કે રિયાએ બેલની અરજીમાં લખ્યુ છે કે એનસીબીએ બળજબરીપૂર્વક દોષ કબૂલ કરાવ્યો છે. 
 
આ ધારામાં 10 વર્ષ કેદની સજા 
 
રિયાના કેસમાં, સૌથી મોટી પેચ ધારા 27 (એ) માં ફસયો. આ ધારામાં 10 વર્ષની જેલની સજા છે. રિયા વિરુદ્ધ આ ધારા લગાવાઈ છે.  27 (એ) માં, ગેરકાયદેસર ડ્રગ હેરાફેરીમાં નાણાંની લેણ-દેણનો કેસ છે. જેમા અપરાધીઓને સજા કરવા માટે 10 વર્ષની સજા છે. હવે જે ધારામાં 10 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ છે, એવા કેસમાં કોર્ટ જામીન આપતી નથી.
 
અરજી મેજિસ્ટ્રેટ કોર્ટમાં રદ કરાઈ
 
ઉલ્લેખનીય છે કે મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી નામંજૂર થયા પછી રિયા ચક્રવર્તીના વકીલ સતિષ માનેશિંદેએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. રિયાના વકીલે કોર્ટમાં તેમની જામનને લઈને દલીલો રજૂ કરી હતી અને તેણે કહ્યું હતું કે અભિનેત્રીએ દબાણ હેઠળ પોતાનું નિવેદન આપ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કંગનાએ શેયર કર્યો બાળા સાહેબનો વીડિયો, સોનિયા ગાંધીના મૌન પર પુછ્યુ - તમે પણ મહિલા છો, શુ તમને જોઈને તકલીફ નથી થતી ?