baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'શૈતાન'એ બીજા દિવસે બોક્સ ઓફિસ પર કરી જોરદાર કમાણી, અજય દેવગન-આર માધવનનો ચાલ્યો જાદુ

Shaitaan Box Office
, રવિવાર, 10 માર્ચ 2024 (00:35 IST)
અજય દેવગન અને આર માધવનની ફિલ્મ 'શૈતાન' લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. બીજા બાજુ બીજા દિવસે પણ  'શૈતાન'એ બોક્સ ઓફિસ પર કબજો જમાવી લીધો છે. આ ફિલ્મને ઓડીયંસ અને ક્રિટિક્સ તરફથી જબરદસ્ત રિવ્યુ મળ્યા છે. ફિલ્મ 'શૈતાન' એ પહેલા જ દિવસે જોરદાર કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા સ્ટારર ફિલ્મ 'શૈતાન'ના બીજા દિવસનું કલેક્શન બહાર આવ્યું છે.
 
ફિલ્મ 'શૈતાન' નું બીજા દિવસનું કલેક્શન
અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા સ્ટારર સુપરનેચરલ થ્રિલર ફિલ્મ 'શૈતાન' 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અજય દેવગન, જ્યોતિકા અને આર માધવને સુપરનેચરલ થ્રિલરમાં પોતાના પાત્રોથી દર્શકોના દિલ જીતી લીધા છે. Sacnilk.com અનુસાર, ફિલ્મે બીજા દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. 'શૈતાન' એ તેના પહેલા દિવસે ભારતની તમામ ભાષાઓમાં લગભગ 15.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજા દિવસે ફિલ્મ 'શૈતાન' એ 18.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના બની મિસ વર્લ્ડ 2024, જાણો કોણ બન્યુ રનરઅપ