Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંજય દત્તને પત્ની માન્યતાને આ સ્ટાઈલથી કર્યુ વિશ, પતિ પર આ રીતે લુટાવ્યો પ્રેમ, સ્પેશલ શેયર કર્યો વીડિયો

manyata dutta
, મંગળવાર, 11 ફેબ્રુઆરી 2025 (14:37 IST)
manyata dutta
સંજય દત્ત હિન્દી સિનેમાના એ કલાકાર છે જેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ખૂબ જુદી છે. એટલુ જ નહી તે પોતાની ફિલ્મોને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. બોલીવુડ ઈંડસ્ટ્રી પછી સંજય દત્ત હવે સાઉથની ફિલ્મોમાં વિલનના પાત્રમાં ધમાલ મચાવી રહ્યા છે. માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા બાદ સંજુ બાબાની લાઈફ એકદમ બદલાઈ ગઈ છે. આજે બી-ટાઉનના મોસ્ટ પૉપુલર કપલ માન્યતા અને સંજય પોતાની વેડિંગ એનિવર્સરીનો જશ્ન ઉજવી રહ્યા છે. આ દરમિયાન માન્યતા દત્તે પોતાના પતિ સંજયને યૂનિક સ્ટાઈલમાં વિશ કર્યુ છે.  જે હવે ચર્ચાનો વિષય બની ગયો છે.  
 
માન્યતાએ સંજય દત્ત કરી વેંડિગ એનિવર્સરી વિશ 
11 ફેબ્રુઆરી વર્ષ 2008 માં સંજય દત્ત અને માન્યતા દત્તે લગ્ન કર્યા. આવામાં આજે 17મી વેંડિગ એનિવર્સરી પર માન્યતાએ પોતાના ઓફિશિયલ ઈસ્ટાગ્રામ હૈંડલ પર લેટેસ્ટ પોસ્ટ શેયર કરી છે. આ પોસ્ટમાં સંજુ બાબા અને માન્યતા ખૂબ રોમાંટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. માન્યતા દત્તે પોતાના પતિ સંજય દત્તને એક ક્યુટ ટાઈટલ પણ આપ્યુ છે.  સોશિયલ મીડિયા પર માન્યતા અને સંજયની આ વેડિંગ એનિવર્સરી પોસ્ટ છવાય ગઈ છે. માન્યતાએ લખ્યુ, 'જ્યારે તમે કોઈને સાચો પ્રેમ કરો છો તો તમે ડબલ પ્રેમ કરો છો.  જ્યારે આપણે પહેલીવા ર આઈ લવ યૂ કહીએ છીએ તો આપણે ખૂબ ઉતાવળીયા થઈ જઈએ છીએ.  આપણે તેમની જોવાની રીત, તેમની મહેક અને તેમની ચાલવાની રીત, તેમની વાત કરવાની રીતથી ઈમ્ર્પેસ થઈએ છીએ.  પણ થોડા મહિના કે વર્ષો પછી એ બધા પરથી પડદો હટી જાય છે ત્યારે જાણ થાય છેકે તમે તેમને કેટલો પ્રેમ કરો છો'

 
સંજય દત્તને પત્નીએ આપ્યુ નવુ નામ 
આ પોસ્ટમાં આગળ માન્યતાએ લખ્યુ, અમે એ વ્યક્તિનો સામનો કરીએ છીએ જે એ છે, જે જેવો છે તેને એવો રહેવા દો.. જો તેની અંદર કોઈ કમી છે તો પણ તેને પ્રેમ કરો.. પ્રેમ આને જ કહેવાય છે જે સારુ-ખરાબ જોઈને સાથે રહે.. સમજવુ અને જાણવુ પ્રેમ છે.. જ્યારે તમે કહો છો કે હુ તને પ્રેમ કરુ છુ. તો આ પ્રેમની તાકત બની જાય છે... આઈ લવ યૂ ફોરએવર @duttsanjay માય અનોઈંગ બેટર હાફ.  ઉલ્લેખનીય છે કે લોકોને આ પોસ્ટ એટલા માટે ગમી છે કારણ કે માન્યતાએ અનૉઈંગ બેટર હાફ અને પ્રેમનો મતલબ ખૂબ સારી રીતે બતાવ્યો છે.  આ પોસ્ટથી આ સમજી શકાય છે કે બંને વચ્ચે કેટલી સ્ટ્રોંગ બોંડ છે. 
 
સંજુ બાબા બાગી 4થી ધૂમ મચાવશે
સંજય દત્ત ટૂંક સમયમાં 'બાગી 4'માં જોવા મળશે. આમાં તે ટાઇગર શ્રોફ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. બહુપ્રતિક્ષિત એક્શન ફિલ્મ 5 સપ્ટેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું તમે ભારતનો સૌથી ભયાનક કિલ્લો જોયો છે? લોકો સૂર્યાસ્ત પછી જતા નથી