વર્ષની સૌથી મોટી ફિલ્મ સાહો શુક્રવારે 30 ઓગસ્ટના રોજ રજુ થવા જઈ રહી છે. પ્રભાસની સાહો ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બનશે કે નહી તેને લઈને ચર્ચાઓનુ બજાર ગરમ છે અને સૌની નજર બોક્સ ઓફિસ પર ટકી છે. આવો જાણીએ પ્રભાસની સાહો સાથે જોડાયેલ કેટલીક ખાસ વાત..
જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી અનેક કારણોની ચર્ચામાં છે. પ્રભાસની અગાઉની ફિલ્મ બાહુબલીએ પહેલા દિવસથી જ 121 કરોડ રૂપિયાની કમણી કરી બધા રેકોર્ડ તોડ્યા હતા. જે રીતે સાહો ચર્ચામાં છે એવુ કહેવાય રહ્યુ છેકે ફિલ્મ આ વર્ષે રજુ થનારી અવેજર્સ એંડગેમ નો રેકોર્ડ તોડી શકે છે. અવેજર્સ એંડગેમ પહેલા જ દિવસે 53 કરોડ રૂપિયાની કમાની કરી હતી. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જૌહરે મીડિયાને કહ્યુ કે સાહોને લઈને દર્શક ખૂબ એક્સાઈટેડ છે. પ્રભાસ અને શ્રદ્ધા ખૂબ સારા એક્ટર્સ છે. બીજી બાજુ ટ્રેલરને જે રિસ્પોંસ મળ્યો છે તે શાનદાર છે.
ગિરિશનુ કહેવુ છે કે આ સમયે કોઈ ફેસ્ટિવલ નથી. પણ આ ફિલ્મ હિન્દી સિનેમા માટે પણ એક મોટી રિલીઝ છે. કોઈપણ પ્રકારની તહેવારી કે સરકારી રજા ન હોવાથી જો બોલીવુડની કોઈ ફિલ્મ 15-20 કરોડ રૂપિયા દિવસના કમાઈ લે છે તો તેને શાનદાર ઓપનિંગ કહેવાય છે. જ્યારે કે બોલીવુડમાં અનેક એવા એક્ટર છે જેમની ફિલ્મ પહેલા દિવસે 10 કરોડ રૂપિયા પણ એકત્ર નથી કરી શકતી.
સાહો અને બાહુબલીની તુલના કરવી ઠીક નથી. બાહુબલી એક પારંપારિક ભારતીય અને પૌરાણિક ફિલ્મ હતી. જ્યારે કે સાહો આજના સમયની મૂવી છે અને તેમા એક્શન સ્ટાઈલ અને રોમાંસનો તડકો છે. આ એકદમ અપમાર્કેટ ફિલ્મ છે.
બાહુબલી 2 ભારતની સૌથી મોટી ફિલ્મ છે. બાહુબલી 2 પછી સાહો પ્રભાસની સૌથી મોટી ફિલ્મ છે. ફિલ્મ અનેક ભાષાઓમાં રજુ થઈ રહી છે અને આશાઓ ગગનચુંબી છે.