બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીના પિતા રામ મુખર્જીનું 22 ઓક્ટોબર)ના રોજ સવારે ચાર વાગે નિધન થયું છે. બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીના પિતા રામ મુખર્જી બંગાળી તથા હિંદી સિનેમામાં ડિરેક્ટર, પ્રોડ્યુસર તથા સ્ક્રિન રાઈટર છે. મુંબઈના જાણીતા ફિલ્માલય સ્ટુડિયાના તેઓ ફાઉન્ડરમાંના એક છે.
તેઓ મુંબઈના હિમાલયા સ્ટુડિયોના ફાઉન્ડર્સમાંથી એક હતા.રામ મુખરજીના પાર્થિવ શરીરને હોસ્પિટલથી તેમના જુહૂ સ્થિત ઘર જાનકી કુટિર લાવવામાં આવ્યું છે.
તેમના અંતિમ સંસ્કાર બપોરે પવનહંસ સ્મશાન ભૂમિ પર કરવામાં આવશે. રામ મુખરજીના પરિવારમાં દીકરી રાની, દીકરો રાજા અને પત્ની કૃષ્ણા છે. રામ મુખરજી તેમની દીકરી અને દીકરાનું સુખી પરિણીત જીવન અને મઘમઘતો સંસાર જોઈને ગયા છે એટલે બીજા શબ્દોમાં કહીએ તો લીલી વાડી જોઈને તેઓ મૃત્યુ પામ્યા છે.
રામ મુખર્જીના પત્ની ક્રિષ્ના જાણીતા પ્લેબેક સિંગર છે.રામ મુખર્જીએ 1996માં દીકરી રાનીની પહેલી બંગાળી ફિલ્મ ‘બિયેર ફૂલ’ને ડિરેક્ટ કરી હતી. આ પછી 1997માં રાનીએ ‘રાજા કી આએગી બારાત’થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મ રામ મુખરજીના બેનર હેઠળ જ બનાવવામાં આવી હતી. રામ મુખરજીની પત્ની કૃષ્ણા પ્લેબેક સિંગર છે જ્યારે દીકરો રાજા એક્ટર-ડિરેક્ટર છે. રામ મુખર્જીએ દીકરીની રાનીની ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ પ્રોડ્યુસ કરી હતી.