Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pushpa 2 Stampede: હૈદરાબાદમાં અલ્લુ અર્જુનને જોવા માટે ઉમટેલી ભીડ થઈ બેકાબૂ, નાસભાગમાં મહિલાનું મોત, બે ઘાયલ

Pushpa 2 Stampede: હૈદરાબાદમાં અલ્લુ અર્જુનને જોવા માટે ઉમટેલી ભીડ થઈ બેકાબૂ, નાસભાગમાં મહિલાનું મોત, બે ઘાયલ
, ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (10:31 IST)
અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'નું પ્રીમિયર અડધી રાત્રે થયું હતું. આ દરમિયાન સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો થિયેટરમાં પહોંચ્યા હતા. લોકો એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કે વહીવટીતંત્ર માટે તેને સંભાળવું મુશ્કેલ બની ગયું હતું. થોડી જ વારમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
 
હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ના પ્રીમિયર દરમિયાન નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
 
અલ્લુ અને રશ્મિકાની એક ઝલક મેળવવા માટે ભીડ બેકાબૂ  
ઉલ્લેખનીય છે કે અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ના ક્રેઝે દેશભરના ફેંસના દિલોદિમાગ પર કબજો જમાવ્યો છે. તેનું પ્રીમિયર હૈદરાબાદમાં અડધી રાત્રે યોજાયું હતું. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના પોતે હૈદરાબાદના આરટીસી ક્રોસ રોડ સ્થિત સંધ્યા થિયેટરમાં પહોંચ્યા હતા.
 
આ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી. ધક્કો મારવાને કારણે ઘણા લોકો એકબીજા પર પડ્યા હતા. કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
 
ભીડ ઓછી થયા બાદ પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તબીબે એક મહિલાને મૃત જાહેર કરી હતી. હાલ મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી. 3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
 
આ ઘટનાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં અલ્લુ અર્જુનના ફેન્સ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. પોલીસે તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુષ્પા-2'ની આ બ્યુટી રિયલ લાઈફમાં છે 'હીરો', 21 વર્ષની વાયમાં જ 2 બાળકોને લીધા દત્તક