બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડે ગોવામાં ન્યૂડ ફોટોશૂટ અને વીડિયોગ્રાફીના મામલામાં કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે.
અહેવાલ છે કે ગોવા પોલીસે પૂનમ પાંડે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ પહેલા વર્ષ 2020માં પૂનમ પાંડે સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પૂનમ પાંડે પર ચપોલી ડેમ પર વાંધાજનક વીડિયો બનાવીને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ કેસમાં પૂનમ પાંડે ઉપરાંત ગોવા પોલીસે તેના પતિ સેમ બોમ્બેનો પણ સમાવેશ કર્યો છે.