Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બીયરની જેમ પોતાનુ યૂરિન પીતા હતા પરેશ રાવલ, અભિનેતાએ પોતે કર્યો ખુલાસો, ચોંકાવનારુ બતાવ્યુ કારણ

Paresh Rawal
, સોમવાર, 28 એપ્રિલ 2025 (12:34 IST)
Paresh Rawal Revealed Drinking His Urine: પરેશ રાવલ બોલીવુડના મોસ્ટ વર્સેટાઈલ અભિનેતા છે. તેમણે પોતાના અત્યાર સુધીના કરિયરમાં તમામ પ્રકારના રોલ ભજવ્યા છે.  વિલનથી લઈને કોમેડી અને સિરિયસ પાત્ર ભજવવામાં પરેશ રાવલનો કોઈ મુકાબલો નથી. આ બધા વચ્ચે દિગ્ગજ અભિનેતાએ તાજેતરમાં જ એક ઈંટરવ્યુમાં ચોંકાવનારી વાત જણાવી. તેમણે કહ્યુ કે એક એક્ટરના પિતાના કહેવા પર તેમણે 15 દિવસ સુધી પોતાનુ યૂરિન બિયરની જેમ પીધુ  હતુ. તેમણે તેનુ કારણ પણ બતાવ્યુ.  
 
પરેશ રાવલે કેમ પીધુ હતુ પોતાનુ પેશાબ ?
એક ખાનગી ચેનલ સાથે વાત કરતા દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે ચોખવટ કરી કે રાજકુમાર સંતોષીની ફિલ્મ ઘાતકની શૂટિંગ વખતે ઘૂંટણમાં થયેલા ઘા ને સાજો કરવા માટે યુરિન પીધુ હતુ. તેમણે જણાવ્યુ કે રાકેશ પાંડે સાથે એક સીનના શૂટિંગ દરમિયાન તેમને પગમાં વાગી ગયુ હતુ. જ્યારબાદ ટીનૂ આનંદ અન ડૈની ડેન્જોપ્પા તેમને મુંબઈ સ્થિત નાણાવટી હોસ્પિટલ લઈ ગયા  હતા.  પરેશ રાવલે કહ્યુ કે તેઓ ગભરાય ગયા અને તેમને લાગ્યુ કે તેમનુ કરિયર ખતમ થઈ ગયુ છે.   

 
પરેશ રાવલે કહ્યુ કે જ્યારે હુ નાણાવટી હોસ્પિટલમાં હતો ત્યારે વીરુ દેવગન મને મળવા આવ્યા હતા. જ્યારે તેમને જાણ થઈ કે હુ ત્યા છુ તો તેઓ મારી પાસે આવ્યા અને પુછ્યુ કે મને શુ થયુ છે ? મે તેમને મારા ઘા વિશે બતાવ્યુ. ત્યારબાદ વીરુ દેવગને તેમને સલાહ આપી હતી. તેમણે મને સવારે ઉઠીને સૌથી પહેલા પોતાનુ યુરિન પીવાનુ કહ્યુ. બધા ફાઈટર આવુ કરે છે. તમને ક્યારેય કોઈ પરેશાની નહી થાય. બસ સવારે ઉઠીને મૂત્ર પીવાનુ છે. તેમને મને દારૂ, મટન કે તંબાકુ ન ખાવાની સલાહ આપી. જે મે બંધ કરી દીધુ હતુ. તેમણે મને નિયમિત ભોજન અને સવારે યુરિન પીવાનુ કહ્યુ. 
 
બીયરની જેમ પીધુ પોતાનુ યૂરિન ?
પરેશ રાવલે વિચાર્યુ કે જો તેમને પેશાબ પીવી પડે તો તે તેને આમ જ નહી પી લે. પરેશ રાવલે કહ્યુ, હુ તેને બીયરની જેમ ઘૂંટ ઘૂંટ કરીને પીશ.. તેને પીવાનુ જ છે તો હુ તેને યોગ્ય રીતે પીશ.  મે 15 દિવસ સુધી પીધુ અને જ્યારે એક્સરે રિપોર્ટ આવી તો ડોક્ટર હેરાન રહી ગયા. ડોક્ટરે એક્સરેપર એક સફેદ લાઈનિંગ જોઈ, જે એ બતાવે છે કે આ સારુ થઈ ગયુ છે.  તેમણે જણાવ્યુ કે ઘા ને સારો થતા સામાન્ય રીતે 2 થી 2.5 મહિના લાગે છે. પણ તેઓ દોઢ મહિનામા ઠીક થઈ ગયા.  
 
પરેશ રાવલનુ વર્ક ફ્રંટ 
વર્ક ફ્રંટની વાત કરીએ તો પરેશ રાવલ હવે જલ્દી જ પ્રિયદર્શનની અપકમિંગ હોરર કોમેડી ભૂત બંગલામાં જોવા મળશે. જેમા અક્ષય કુમાર અને તબ્બૂ પણ છે.  તેમની પાસે અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી સાથે હેરા ફેરી 3 પણ છે.  

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની