બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આજે પોતાનો 57th જનમદિવસ (Aamir Khan Birthday) ઉજવી રહ્યા છે. પોતાના દમદાર અભિનય અને સારા કંટેટવાળી ફિલ્મો માટે જાણીતા આમિર ખાન (Aamir Khan)આજે કોઈ પરિચયના મોહતાજ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં રજુ થયેલી લગભગ દરેક ફિલ્મમાં આમિર ખાન જુદા જુદા ચેલેજિંગ રોલ ભજવતા આવ્યા છે અને આ જ કારણ છે કે વર્સેટાઈલ એક્ટર પણ કહેવામાં આવે છે. તારે જમીન પર, ગજની, દંગલ, લગાન અને રંગ દે બસંતી સહિત એવી ઘણી ફિલ્મો છે જેમાં આમિર ખાને પોતાની હાજરીથી ચાર ચાંદ લગાવી દીધા હતા. આમિર ખાનના કરિયરમાં એક એવો સમય હતો જ્યારે તેની દરેક ફિલ્મ ફ્લોપ બની રહી હતી. આ સમયે લોકોને લાગવા માંડ્યું હતું કે આમિર ખાન ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય ટકી શકશે નહીં. આજે તેમના જન્મદિવસના અવસર પર અમે તમને બતાવી રહ્યા છે આમિર ખાનની તે ફિલ્મો વિશે, (Aamir Khan Flop Movies)જેના કારણે તેમનું કરિયર ડૂબવાની પરિસ્થિતિ આવી ગઈ હતી.
ફ્લોપ રહી હતી આમિર ખાનની આ 11 ફિલ્મો
આમિર ખાનની ફ્લોપ ફિલ્મોની યાદીમાં સૌથી ઉપર ફિલ્મ મેલાનું નામ આવે છે. આ ફિલ્મમાં તેનો ભાઈ પણ જોવા મળ્યો હતો અને મુખ્ય અભિનેત્રી ટ્વિંકલ ખન્ના હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આમિર ખાનની પરંપરા, બાઝી, ટેરર હી ટેરર, જવાની ઝિંદાબાદ, અફસાના પ્યાર કા અકેલે હમ અકેલે તુમ, લવ લવ લવ, ધોબીઘાટ, દૌલત કી જંગ અને ઠગ્સ ઓફ હિન્દોસ્તાન પણ બોક્સ ઓફિસ પર ખરાબ ચાલી હતી.
આમિર ખાનની રિજેક્ટ થયેલી ફિલ્મો
આમિર ખાનને ભલે બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટનો ટેગ મળ્યો હોય, પરંતુ તેણે પોતાની કારકિર્દીમાં ઘણી ભૂલો પણ કરી છે. આમિર ખાને પણ પોતાના કરિયર દરમિયાન આવી ઘણી મોટી ફિલ્મો છોડી છે, જેનો તેને અફસોસ તો થયો જ હશે. આમિર ખાને હમ આપકે હૈ કૌન, ડર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, જોશ, નાયક, સ્વદેશ અને સાજન જેવી ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી હતી.
એવું કહેવાય છે કે માણસ ભૂલોમાંથી શીખે છે અને આમિર ખાને પણ શીખ્યા. એક પછી એક થઈ રહેલી ભૂલોમાંથી બોધપાઠ લઈને આમિર ખાને પોતાની જાત પર કામ કરવાનું શરૂ કર્યું અને એવી ફિલ્મો સાઈન કરી જે સીધી દર્શકો સાથે જોડાઈ શકે. આમિર ખાનની નવી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા(Laal Singh Chaddha) ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર ખાન(Kareena Kapoor Khan) જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે.