છેવટે એ દિવસ આવી જ ગયો જેની કેટરીના કૈફ અને વિક્કી કૌશલના દુનિયાભરના ફેંસ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે એટલે કે 9 ડિસેમ્બરના રોજ આ સુપરસ્ટાર જોડી સાત ફેરા લઈને એક બીજાની સાથે જીવણ મરણના સોગંધ લેવાના છે. રાજસ્થાનના સવાઈ માઘોપુરમાં બનેલા સિક્સ સેંસેસ ફોર્ટમાં વર્ષના આ સૌથી મોટા લગ્નનો ઈવેંટ થઈ રહ્યો છે. બંને પરિવારના સભ્યો અને નિકટના મિત્રો સાથે મેહંદી અને સંગીતનો સમારંભ થઈ ચુક્યો છે. જેન્ને ખૂબ જ ખાસ બનાવવા માટે નેહા કક્કડ, હાર્ડી સંઘુ, રોહનપ્રીતથી લઈને આરડીબી જેવા સ્ટાર્સ પહોંચ્યા છે.