Publish Date: Tue, 20 Dec 2016 (11:32 IST)
Updated Date: Tue, 20 Dec 2016 (11:39 IST)
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનના ફેંસ માટે મોટી ખુશખબર છે. કરીના કપૂર અને સેફ અલી ખાનના જીવનમાં નાનકડો મેહમાન આવી ગયો છે., જી હા કરીના કપૂર ખાને પુત્રને જન્મ આપ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ સવારે 7.30 વાગ્યે મુંબઈની બીચ કૈંડા હોસ્પિટલમાં કરીનાએ પુત્રને જન્મ આપ્યો છે. સૈફ અલી ખાને જણાવ્યુ કે મા અને બાળક બંને સ્વસ્થ છે. સૈફે કહ્યુ, હુ મારા પુત્ર તૈમૂર ખાન અલી પટૌદીના સમાચાર તમારી લોકો સાથે શેયર કરીને ખૂબ જ ખુશ છુ. હુ મીડિયાનો આભાર માનુ છુ જેણે છેલ્લા 9 મહિનાથી અમને સપોર્ટ કર્યો. ખાસ કરીને ફેંસને તેમના પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. મારા અને કરીના તરફથી તમે સૌને મેરી ક્રિસમસ અને હેપ્પી ન્યૂ ઈયર.
થોડા દિવસ પહેલા પ્રેગનેંટ કરીના ક્પૂર પ્રી-ક્રિસમસ પાર્ટીમાં પોતાના બેસ્ટ ફ્રેંડ્સ આથે કેમરામાં કેદ કરવામાં આવી. છેલ્લા 9 મહિનાથી કરીનાની પ્રેગનેસી એટલી ચર્ચામાં હતી કે તેને ભારતીય મીડિયામાં સૌથી વધુ કવર થનારી પ્રેગનેંસીમાંથી એક પણ બતાવવામાં આવી રહી છે.