Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કંગના રાણાવતની વધી મુશ્કેલી, સિખ સમુદાય પર ટિપ્પણી વિરુદ્ધ FIR

કંગના રાણાવતની વધી મુશ્કેલી, સિખ સમુદાય પર ટિપ્પણી વિરુદ્ધ  FIR
, બુધવાર, 1 ડિસેમ્બર 2021 (16:38 IST)
બોલીવુડ અભિનેત્રી કંગના રાણાવતની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. તેમના વિરુદ્ધ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમા સિખ સમુહ પર કરવામાં આવેલી ટિપ્પણી વિરુદ્ધ FIR નોંધવામા આવી છે. તેમના પર કથિત સિખ સમુહને ખાલિસ્તાની આતંકવાદી કહેવાનો આરોપ લગાવ્યો છે. 
 
કંગના રાનાવત વિરુદ્ધ નોંધાયેલ એફઆઈઆર કૉપીમાં વિશેષ રૂપથી તેમની ઈસ્ટાગ્રામ સ્ટોરીનો ઉલ્લેખ છે. જેમા તેમણે લખ્યુ હતુ, 'ખાલિસ્તાની આતંકવાદી આજે સરકારને ફેરવી શકે છે. પણ એક મહિલાને ન ભૂલવુ જોઈએ. એકમાત્ર મહિલા પ્રધાનમંત્રીએ આમને કચડી નાખ્યા હતા. આ દેશ માટે ભલે કેટલી પણ પીડા હોય, પણ દેશના ટુકડા ન થવા દીધા. તેમના મૃત્યુના દસકો પછી આજે પણ તેમના નામથી લોકો કાંપી ઉઠે છે આ લોકો, તેમને એવા જ ગુરૂ જોઈએ. 
 
 
6 ડિસેમ્બરના રોજ રજૂ કરવામાં આવશે
દિલ્હી એસેમ્બલીની પીસ એન્ડ હાર્મની (Peace and Harmony ) કમિટીએ અભિનેત્રી કંગનાને સોશિયલ મીડિયા પર તેની કથિત અપ્રિય પોસ્ટને લઈને 6 ડિસેમ્બરે સમન્સ પાઠવ્યું છે. સમિતિના અધ્યક્ષ રાઘવ ચઢ્ઢા છે.
 
કૃષિ કાયદા પરત આવવાથી નારાજ કંગનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ખાલિસ્તાની આતંકવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે દિલ્હી અને મુંબઈનો શીખ સમુદાય ગુસ્સે થયો કે કંગનાએ ખેડૂતોને ખાલિસ્તાની કહીને શીખ સમુદાયનું અપમાન કર્યું છે. આ પછી કંગના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Amit Sadh- એક્ટર અમિત સાધ કોરોના પોઝિટિવ, બોલીવુડમાં કેસ વધ્યા