Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20 વર્ષની વયમાં અસ્ત થયો ચમકતો સ્ટાર, આ ફેમસ અભિનેતાનુ થયુ નિધન

Jorjay Phumhirun Death,
Jorjay Phumhirun : મનોરંજન જગતમાંથી તાજેતરમાં જ દુઃખદ સમાચાર આવ્યા છે. BL રિયાલિટી શો "બોય્સ વાઇબ" થી ઘર-ઘરમાં નામ બનાવનાર અભિનેતા જોર્જય ફુમહિરુનનું નિધન થયું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ ફક્ત 20 વર્ષના હતા. તેમના અચાનક અવસાનના સમાચાર સાંભળીને ઇન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ આઘાતમાં છે. લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ખૂબ જ ઓછા સમયમાં થઈ ગયા હતા લોકપ્રિય 

 
પોતાની મહેનતના દમ પર તેણે ખૂબ જ નાની ઉંમરે લોકપ્રિયતા મેળવી. બોયઝ વાઇબમાં તેનો  શાનદાર અભિનય અને પ્રભાવશાળી સ્ક્રીન હાજરીએ તેને દર્શકોમાં ભારે લોકપ્રિયતા અપાવી. તેના માસૂમ સ્મિત, ઉત્તમ અભિનય અને મૈત્રીપૂર્ણ સ્વભાવે તેને ખૂબ જ ટૂંકા સમયમાં મોટી સંખ્યામાં ફેંન્સ ફોલોઈંગ મળી ગઈ.  આ જ કારણ છે કે તેમના અકાળ અવસાનના સમાચારથી ફેંસ ખૂબ જ આઘાતમાં મુકાઈ ગયા છે, અને ઘણા લોકો માટે તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો છે.
 

માત્ર 20 વર્ષની વયે દુનિયાને કહ્યુ અલવિદા 

રિપોર્ટ્સ મુજબ અભિનેત્યાની વય માત્ર 20 વર્ષની છે. અત્યાર સુધી આ કન્ફર્મ નથી થયુ કે તેનુ નિધન કેવી રીતે થયુ. તેના પરિવારની તરફથી અત્યાર સુધી કોઈ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. આ દરમિયાન ફેંસ સોશિયલ મીડિયાના માઘ્યમથી શોક વ્યક્ત કરી રહ્યા છે. 

દરેક થઈ રહ્યુ છે હેરાન 

 
 સોશિયલ મીડિયા પર અભિનેતા જ્યોર્જના ફોટા અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. તેમના નિધનના સમાચાર સાંભળીને તેમના ચાહકો ખૂબ જ ભાવુક છે. આટલી નાની ઉંમરે તેમનું નિધન ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. કેટલાક માને છે કે તેઓ ભવિષ્યમાં વધુ મોટી ખ્યાતિ મેળવી શક્યા હોત.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.