Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Happy Birtdhday અક્ષય કુમાર, આજે 50 વર્ષના થયા ખેલાડી કુમાર

Happy Birtdhday અક્ષય કુમાર, આજે 50 વર્ષના થયા ખેલાડી કુમાર
બોલીવુડમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કરનારા અક્ષય કુમાર આજે પોતાનો 50મો બર્થડે ઉજવી રહ્યા છે. વર્ષ 2017 અક્ષય કુમાર માટે ખૂબ ખાસ છે.  કારણ કે બોલીવુડમાં 25 વર્ષથી પણ વધુના તેમના કેરિયરમાં તેમને પહેલીવાર ફિલ્મ રુસ્તમ માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 
 
 
 
અક્ષય કુમાર જન્મ રાજીવ હરીઓમ ભાટિયા 9 સપ્ટેમ્બર 1967 રોજ) એક ભારતીય ફિલ્મ અભિનેતા છે. તેમણે 90થી વધારે હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
 
અક્ષય કુમાર 9 સપ્ટેમ્બર)50મો બર્થ ડે સેલિબ્રેટ કરશે. આ ખાસ અવસર પર અક્ષયનું કોઈ મોટુ સેલિબ્રેશન કરવાના મૂડમાં નથી. ફેમિલી વેકેશન પર જશે અક્ષય પોતાની ફેમિલી સાથે સ્વિઝરલેન્ડ જવાનું વિચારી રહ્યો છે.
 
ખેલાડીઓના ખેલાડી, માર્શલ આર્ટમાં નિપુણ રાજીવ હરિ ઓમ ભાટિયા ઉર્ફ અક્ષય કુમારને આજે બોલીવુડનો કિગ કહેવામાં આવે છે. જો કે અક્ષયનુ કહેવુ છે કે ઈડસ્ટ્રીમાં ફક્ત એક કિંગ છે અને એ છે બીગ બી. એક્શન ફિલ્મો દ્વારા પોતાની ફિલ્મી યાત્રા શરૂ કરનાર અક્ષય કુમારે દરેક પ્રકારના રોલ કર્યા. કોમેડી, રોમાંટિક, ખલનાયક. દરેક પ્રકારના અભિનયમાં તેણે સુંદર અભિનય કરી બતાવ્યો.

90ના દશકામાં બોલીવુડમાં પોતાના દાવની શરૂઆત કરનારા અક્ષય કુમાર આજે 42મો જન્મદિવસ છે. અક્ષયે ફિલ્મોમાં આવ્યા પછી ક્યારેય પાછા વળીને જોયુ નથી. અક્ષયે 1991માં ફિલ્મ 'સોગંધ' દ્વારા એક હીરો તરીકે શરૂઆત કરી, પરંતુ અક્ષયને સાચી ઓળખ મળી ફિલ્મ ખેલાડી દ્વારા. આ ફિલ્મની સાથે જ તેઓ બોલીવુડના ખેલાડી કુમાર બની ગયા. 'ખેલાડી'ની સફળતાની સાથે ખેલાડી નામે તેમની ઘણી ફિલ્મો એક પછી એક રિલીજ થઈ અને અક્ષય બોલીવુડના એક્શન હીરો નંબર વન બની ગયા.

ફિલ્મોમાં કામ કરતા તેમનુ નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું. જેમા રવીના ટંડન, શિલ્પા શેટ્ટીના નામનો મુખ્ય રૂપે સમાવેશ થાય છે. પરંતુ ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરીને અક્ષયે બધી વાતો પર રોક લગાવી દીધી.

એક્શન હીરોની ઈમેજથી બહાર આવવા માટે અક્ષયે કોમેડી ફિલ્મો તરફ ઝુકાવ્યુ. હેરા-ફેરી જેવી જોરદાર ફિલ્મ દ્વારા એક કોમેડી હીરો લોકોને જોવા મળ્યો. અક્ષયને તેના પ્રશંસકોએ કોમેડી હીરો તરીકે પણ હાથોહાથ લીધો. ત્યારબાદ અક્ષય કોમેડી કિંગ બની ગયા. એટલુ જ નહી, તેણે દરેક પ્રકારના પાત્ર ખૂબ જ સફળતાપૂર્વક ભજવ્યા. ધડકન, ગરમ-મસાલા, અજનબી જેવી ફિલ્મો દ્વારા તેણે દરેક પ્રકારના પાત્રમાં પોતાની નિપુણતા બતાવી.

ફિલ્મોમાં મળેલ સફળતા પછી ખેલાડી કુમારે નાના પડદાં તરફ નમાવ્યુ અને અક્ષયે નાના પડદાં પર પણ તેના પ્રશંસકોએ તેને ભરપૂર આવકાર્યો. તેથી જ પહેલા શો ની શાનદાર સફળતા પછી તેનો શો ફિયર ફેક્ટર ખતરો કે ખેલાડી ફરીથી નાના પડદાં પર આવી ગયો છે.

અક્ષય આવી જ રીતે સફળતા મેળવતો રહે એ જ શુભેચ્છા..

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - પિતાજી પરેશાન