Publish Date: Tue, 25 Jul 2023 (13:51 IST)
Updated Date: Tue, 25 Jul 2023 (13:55 IST)
Dream Girl 2 Poster: આ આયુષ્મના ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ 2અનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયુ છે. જેમાં આયુષ્માન ખુરાનાએ આ ફિલ્મમાં તેમના બીજા અવતાર એટલે કે પૂજાનુ લુક રિવીલ કરી નાખ્યો છે.
આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ "ડ્રીમ ગર્લ 2"નો ફેંસ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેમની રાહ ટૂંક સમયમાં પૂરી થશે. આ વચ્ચે આયુષ્માનએ ફેંસના એક્સાઈટમેંટને વધારવા માટે તેણે ડ્રીમ ગર્લની ઝલક બતાવવામાં આવી છે. આયુષ્માને ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. જેમાં તેની સાથે ડ્રીમ ગર્લ પૂજા પણ જોવા મળી રહી છે.
ફિલ્મ ક્યારે થશે રિલીઝ
જણાવીએ કે આયુષ્માન ખુરાના સ્ટારર અને એકતા કપૂર અને શોભા કપૂર ના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મ આ વર્ષે 25 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. જેમાં અનન્યા પાંડે, પરેશ રાવલ, અન્નુ કપૂર, વિજય રાજ અને રાજપાલ યાદવ જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.