મે માં સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્ન પછી બોલીવુડ ફરી બિગ સેલિબ્રિટી વૈડિંગ માટે તૈયાર છે. લગ્નનુ નામ આવતા જ સૌ પહેલા સવાલ જે સામે આવે છે એ છે દીપિકા લગ્નમાં શુ પહેરશે. દીપિકા પાદુકોણના સવ્યસાચી સાડી લવથી બધા વાકેફ છે. દીપિકા પોતાની ફેશન સેંસને માટે જાણીતી છે. સૌના મોઢે એ ચર્ચ છેકે દીપિકા આ દિવસે બ્રાઈડલ લહેંગા કે સાડી બંનેમાથી શુ પહેરશે.
એવુ પણ કહેવાય રહ્યુ છે કે પોતાની બ્રાઈડલ ડ્રેસ માટે મનીષ મલ્હોત્રા, સબ્યસાચી મુખર્જી, સંજય ગર્ગ, અનામિકા ખન્ના, રિંપલ અને હરપ્રીત નરુલામાંથી દીપિકા કોને પસંદ કરશે
મોટાભાગે સ્પેશ્યલ પ્રસંગોમાં તેણે સબ્યસાચીની સાડી પહેરી છે. બીજી બાજુ અમાનિકા પણ એક મજબૂત દાવેદાર છે. કારણ કે ન્યૂયોર્કમાં TIME’s 100 Most Influential People Galaમાં તેણે અનામિકાની જ ડ્રેસ પહેરી હતી. અહી જુઓ આ ડિઝાઈનર્સની ડ્રેસ
બોલીવુડના આ ક્યૂટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઘણા વર્ષોના રિલેશન પછી હવે ઓફિશયલી એકબીજાના થવાના છે. બંને 14-15 નવેમ્બરના રોજ ઈટનીમાં લગ્ન કરવાના છે. ઉલ્લેખનીય છે કે બંને સિંધી અને કોંકણી રિતી-રિવાજો સાથે સાત ફેરા લેશે. બે તારીખ એ માટે એ માટે કારણ કે 14 નવેમ્બરના રોજ આ સાઉથ ઈંડિયન સ્ટાઈલમાં લગ્ન કરશે અને 15 નવેમ્બરના રોજ પંજાબી રીતી-રિવાજોથી લગ્ન કરશે.
અવુ એટલા માટે કારણ કે દીપિકા સાઉથની છે અને રણવીર સિંધી-પંજાબી છે. લગ્નમાં ફેમિલીવાળા ઉપરાંત ફક્ત નિકટના મિત્ર જ સામેલ થશે. ઈટલીના કે.કે. આલીશાન વિલાડેલ બાલડિયાનેલોમાં બંનેના લગ્ન થશે. લગ્નમાં લગભગ 30 મહેમાનો ભાગ લે તેવા સમાચાર છે. જેમની આ ખૂબસૂરત સ્થાન પર મહેમાનગીરિ કરવામાં આવશે.