શાહરૂખ ખાન(Shah Rukh Khan) નો પુત્ર આર્યન ખાન(Aryan Khan) 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં છે. 2 ઓક્ટોબરની રાત્રે આરસીને ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી કરતી વખતે દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવા અહેવાલ છે કે આર્યનના પિતા શાહરુખ ખાન ની પરમિશન લઈને તેમના પુત્ર આર્યનને મળ્યા હતા. રિપોર્ટ્સ મુજબ થોડીવારની આ મુલાકાત દરમિયાન આર્યન તેના પિતાને જોઈને રડી પડ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ શાહરુખ ખાને આ બેઠક માટે એનસીબી પાસેથી પરમિશન લીધી હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શાહરુખ તેની પત્ની ગૌરી ખાન સાથે તેમના દીકરા માટે બર્ગર લઈને આવ્યા હતા, પરંતુ એનસીબીએ તેને તે ખાવા ન દીધું. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ અને આર્યનની આ મુલાકાત ખૂબ જ ભાવનાત્મક હતી અને તેઓએ તેમના પુત્ર આર્યનને ધીરજ રાખવાની અને તેને વહેલી તકે મુક્ત કરવાની ખાતરી આપી છે.
એ અત્યારસુધી 16 લોકોની ધરપકડ કરી છે. આજે (6 ઓક્ટોબર) આર્યનને ક્રૂઝમાંથી ધરપકડ કરાયેલા ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના 4 અન્ય લોકોની સામે પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોના મતે, ને આર્યનના ફોનમાંથી મહત્ત્વના સુરાગ મળ્યા છે.
એ આર્યનનો ફોન ફોરેન્સિકમાં મોકલ્યો
પુરાવા જમા કરાવવા માટે એ આર્યનના ફોનનું ક્લોનિંગ કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. ના અધિકારીઓને વ્હોટ્સએપ ચેટ્સની મદદથી ડ્રગ્સથી લઈ અનેક મહત્ત્વની માહિતી મળી છે, જેમાં આપત્તિજનક તસવીરો છે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી ફોરેન્સિક લેબમાં તપાસ બાદ આ ફોનમાંથી વધુ રહસ્યો ઉજાગર થાય એવી આશા છે. આર્યન 7 ઓક્ટોબર સુધી ની કસ્ટડીમાં છે.
આર્યન ખાનને અન્ય આરોપીઓની જેમ ભોજન આપ્યું
આર્યન હાલમાં લોકઅપમાં છે. તેણે કેટલીક સાયન્સની બુક માગી હતી અને અધિકારીઓએ આપી હતી. આર્યન માટે ઓફિસ પાસે બનેલી નેશનલ હિંદુ રેસ્ટોરાંમાંથી ભોજન લેવામાં આવ્યું છે.
એ આજે (6 ઓક્ટોબર) સવારે મુંબઈના વર્સોવા વિસ્તારમાંથી વધુ એક ડ્રગ-પેડલરની ધરપકડ કરી છે. શ્રેયસ નાયરે આ અંગેની માહિતી આપી હતી.
આ 12 આરોપી ની કસ્ટડીમાં છે
આર્યન ખાન
મુનમુન ધામેચા
અરબાઝ મર્ચન્ટ
ઇસમીત સિંહ
મોહત જયસ્વાલ
ગોમિત ચોપરા
વિક્રાંત છોકર
નૂપુર સારિકા
અબ્દુલ કાદિર શેખ
શ્રેયસ નાયર
મનીષ રાજગરિયા
અવિન સાહુ