baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જવાની જાનેમન - બોલીવુડ ડેબ્યુને લઈને નર્વસ છે પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નીચરવાલા

આલિયા ફર્નીચરવાલા
, મંગળવાર, 18 જૂન 2019 (18:31 IST)
બોલીવુડ અભિનેત્રી પૂજા બેદીને પુત્રી આલિયા ફર્નીચરવાલા સૈફ અલી ખાન સાથે ફિલ્મ જવાની જાનેમન દ્વારા ડેબ્યુ કરવા માટે તૈયાર છે. ભારત પાકિસ્તાન મેચ દરમિયાન તે સેફ સાથે ભારતીય ટીમને ચીયર કરતી જોવા મળી. આ ઉપરાંત તેમને મુંબઈ એયરપોર્ટ પર પણ સેફ અલી ખાન સાથે જોવા મળી હતી. પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરવા જઈ રહેલ આલિયાએ કહ્યુ કે તે ખૂબ નર્વસ અનુભવ કરી રહી છે. 
આલિયા ફર્નીચરવાલા
alia fw
તેઁણે કહ્યુ હુ સ્થાપિત થઈ ચુકેલા કલાકારો સાથે કામ કરી રહી છુ. જેમની હુ પોતે ફેન છુ.  તેથી દેખીતુ છે કે હુ નર્વસ છુ. આ નર્વસનેસને ઓછી કરવા માટે નિતિન કક્કડ સર એ વિચાર્યુ કે હુ કેમરાની આગળ જતા પહેલા સેટ પર વસ્તુઓને ઓબ્ઝર્વ કરુ. જવાની જાનેમન વિશે વાત કરતા આલિયાએ કહ્યુ કે આ મુશ્કેલ કામ છે પણ તેનાથી તેના શરીરની એક એક કોશિકાઓ ઝૂમી ઉઠે છે. 
આલિયા ફર્નીચરવાલા
આલિયા ફર્નીચરવાલાએ કહ્યુ હુ એ લોકોમાંથી છુ જે જરૂર કરતા વધુ તૈયારીમાં વિશ્વાસ કર છે અને તેથી હુ લગભગ એક અઠવાડિયા પહેલાથી જ લંડન જઈ રહી ચુઉ. હુ મારા પાત્રને સારી રીતે સમજીને સ્ક્રિપ્ટ વાંચવા માંગુ છુ. ઉલ્લેખનીય છે કે જવાની જાનેમનનું નિર્દેશાન નિતિન કક્કડ કરી રહ્યા છે. આ ફિલ્મ 29 નવેમ્બરના રોજ રજુ થઈ રહી છે. 
 
ICC Cricket World Cupની ભારત પાક મેચના દિવસે આલિયા સૈફ અલી ખાન સાથે ભારતેય ટીમની ટીશર્ટ પહેરીને પહૉંચી હતી. તેની તસ્વીરો  અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમીષા પટેલની બોલ્ડ અને સેક્સી અદાઓએ લૂટ્યૂ ફેંસનો દિલ