Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવા ફોટો સાથે અક્ષય કુમારે આપી બચ્ચન પાંડે ના રિલીજ ડેટની માહિતી, જાણો ક્યારે થશે રિલીઝ

Bachchan Pandey Released Date
, શનિવાર, 23 જાન્યુઆરી 2021 (15:25 IST)
અભિનેતા અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ બચ્ચન પાંડેની રિલીઝ તારીખ વિશે જણાવ્યું છે. તેમણે આ જાહેરાત પ્રજાસત્તાક દિવસના થોડા દિવસ પહેલા કરી હતી. તેણે પોતાનો એક ફોટો શેર કર્યો અને લખ્યું કે બચ્ચન પાંડે આવતા વર્ષે 26 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. એટલે કે અક્ષય કુમારના ચાહકોને આ ફિલ્મમાં તેને મોટા પડદે જોવા માટે એક વર્ષ રાહ જોવી પડશે.
 
ટ્વિટર પર તેમના ક્લોઝઅપ ફોટો સાથે અક્ષયે લખ્યું, "તેમનો આ દેખાવ જ પર્યાપ્ત છે! બચ્ચન પાંડે 26 જાન્યુઆરી, 2022 ના રોજ રીલિઝ થઈ રહી છે!" આ ફોટામાં અક્ષય કુમાર ગંભીર મુદ્રામાં જોવા મળી રહ્યો છે. બ્રાઉન શર્ટ પહેરીને અક્ષય તેના માથા પર પટ્ટી પહેરેલ જોવા મળી રહ્યો છે, તેમજ તેના ગળામાં જાડી ચેઇન પણ લગાવેલ છે. આ ચિત્રમાં તેની ભૂરી  આંખ છે, જે આ ચિત્રને વધુ ગંભીર અને ડરામણી બનાવી રહી છે.
 
બચ્ચન પાંડેની ટીમમાં અક્ષય, કૃતિ સનન અને જેકલીન ફર્નાન્ડિઝ સામેલ છે. હાલમાં તેઓ જેસલમેરમાં છે જ્યાં તેણે આ મહિને ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યુ.
 
એક બાજુ જ્યા કાસ્ટ અને ક્રૂ લોકેશન પરથી ઘણા ફોટા શેર કરી રહ્યા છે, તો બીજી બાજુ આ  ફિલ્મના અક્ષય કુમારના ફર્સ્ટ લુક પર સૌનું ધ્યાન ખેંચ્યું છે. 52 વર્ષીય અભિનેતા આ ફિલ્મમાં એક અવતારમાં જોવા મળશે, જેમાં તે પહેલાં ક્યારેય નહોતો મળ્યો.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરીના કપૂરે કહ્યું, જે પતિ સૈફ સાથે ઝઘડ્યા પછી સૌ પ્રથમ કોણ બોલે છે Sorry