baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અભિષેક સાથે છુટાછેડાની અફવાઓ વચ્ચે જલસા પહોચી એશ્વર્યા રાય બચ્ચન

Aishwarya Rai Bachchan
, મંગળવાર, 3 સપ્ટેમ્બર 2024 (16:31 IST)
થોડા મહિનાઓથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે બચ્ચન ફેમિલીમાં બધુ ઠીક નથી. એશ્વર્યા અને અભિષેકના છુટાછેડાની અફવાઓ પણ વારેઘડીએ વાયરલ થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિષેકના હાથમાંથી તેમની વેડિંગ રિંગ પણ ગાયબ જોવા મળી. જ્યારબાદ આ અફવાઓએ વધુ જોર પકડ્યુ છે. આ બધા વચ્ચે તાજેતરમાં જ એશ્વર્યા પોતાની પુત્રી આરાધ્યા સાથે જલસા પહોચી છે. 
 
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનને લઈને ઘણા દિવસોથી વિવિધ અફવાઓ ચાલી રહી છે. એવી અફવાઓ છે કે ઐશ્વર્યા તેના પતિ અભિષેક અને બચ્ચન પરિવારથી નારાજ છે. જો કે, આ અફવાઓ પાછળનું સત્ય આ બે સ્ટાર્સ અને તેમના પરિવાર સિવાય કોઈ જાણતું નથી. થોડા સમય પહેલા એવી વાતો હતી કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચેનો વિવાદ છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો. પરંત અત્યાર સુધી આ કપલ્સે આ મામલે મૌન જાળવી રાખ્યું છે. ક્યારેક ઐશ્વર્યા તેની પુત્રી સાથે પરિવારથી અલગ જોવા મળી હતી તો ક્યારેક અભિષેકના લગ્નની વીંટી તેના હાથમાંથી ગાયબ જોવા મળી અને ધીરે ધીરે તેમના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું હતું. આ બધાની વચ્ચે ઐશ્વર્યા-આરાધ્યાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને 'જલસા'માં જોવા મળી રહ્યા છે.
 
જલસામાં આરાધ્યા-ઐશ્વર્યાને જોઈને ફેંસના ચેહરા પર આવી ચમક  
છૂટાછેડાની અફવાઓ વચ્ચે, ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં જ પુત્રી આરાધ્યા સાથે 'જલસા'માં જોવા મળી હતી. આ જોઈને અભિષેક-ઐશ્વર્યાના ફેન્સના ચહેરા પણ ચમકી ઉઠ્યા. પરંતુ, કેટલાક યુઝર્સ આ વીડિયો જોયા બાદ ચિંતિત પણ જોવા મળ્યા હતા. આરાધ્યા તેમની ચિંતાનો વિષય બની હતી. ઘણા લોકોનું કહેવું છે કે 'જલસા'માં આરાધ્યા સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. ચાલો તમને જણાવીએ કે આનું કારણ શું છે.
 
યુઝર્સને કેમ છે આરાધ્યાની ચિંતા ?
 
ઉલ્લેખનીય છે કે વીડિયોમાં આરાધ્યા તેના પિતા અભિષેકની નવી કારમાંથી નીચે ઉતરતી જોવા મળી રહી છે. આ દરમિયાન એક વ્યક્તિ કારનો ગેટ બંધ કરવા ઉભો જોવા મળે છે. આરાધ્યા નીચે ઉતરતાની સાથે જ વ્યક્તિ આરાધ્યાને રોકવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ આરાધ્યા કારમાંથી નીચે ઉતરવાની કોશિશ કરે છે અને આ વ્યક્તિ ગેટ બંધ કરવા જાય છે, જેના કારણે આરાધ્યાને થોડો ધક્કો વાગી જાય છે.
 
વીડિયો પર યુઝર્સનુ રિએક્શન 
ઐશ્વર્યાના ફેન્સની આ વાતની જાણ થતાં જ યૂઝર્સ કહેવા લાગ્યા કે જલસામાં આરાધ્યા સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો નથી. કેટલાક યુઝર્સે આરાધ્યા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું- 'તેમને આવવા દો ભાઈ, તમે ગેટ કેમ બંધ કરો છો.' બીજાએ લખ્યું - 'હે ભગવાન, તે આરાધ્યા સાથે ખરાબ વર્તન કરી રહ્યો છે, તે એશ સાથે શું કરી રહ્યો છે? કેટલાક યુઝર્સનું કહેવું છે કે વીડિયોમાં ઐશ્વર્યા ટેન્શનમાં દેખાઈ રહી છે. ઐશ્વર્યા અને આરાધ્યાને જલસામાં પહોંચતા જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે.  આ સાથે જ  કેટલાક યુઝર્સ ફરી એકવાર બચ્ચન પરિવારને નિશાન બનાવતા જોવા મળ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

The Buckingham Murders: 1 મર્ડર અને 5 સસ્પેક્ટ, મર્ડર-મિસ્ટ્રી, 'ધ બકિંગહામ મર્ડર્સ'નું ટ્રેલર રિલીઝ