Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 7 બોલીવુડ સ્ટાર્સને વોટ નાખવાનો અધિકાર નથી, જાણો શુ છે કારણ

7 બોલીવુડ સ્ટાર્સ
, ગુરુવાર, 11 એપ્રિલ 2019 (13:11 IST)
દેશમાં આજે (11 એપ્રિલ)થી 17મી લોકસભા માટે ચૂંટણી શરૂ થઈ ચુકી છે. ચૂંટણી સાત ચરણોમાં થશે. 11 એપ્રિલથી શરૂ થનારી લોકસભા ચૂંટણીનુ અંતિમ ચરણ 19 મે ના રોજ થશે.  બીજી બાજુ 23 મે ના રોજ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.  આવામાં વાત કરીશુ એ બોલીવુડ સ્ટાર્સની જેમનુ વોટિંગ લિસ્ટમાં દૂર દૂર સુધી નામ નથી. તેમા બોલીવુડના ખેલાડી અક્ષય કુમારનુ નામ પણ સામેલ છે. 
7 બોલીવુડ સ્ટાર્સ
1 લોકસભા ચૂંટણીની વોટિંગ લિસ્ટમાં અભિનેત્રી કેટરીના કેફનુ નામ પણ નથી. તેની પાસે બ્રિટિશ નાગરિકતા છે. જેને કારણે તેની પાસે ભારતનો મતાધિકાર નથી. 
7 બોલીવુડ સ્ટાર્સ
2. શ્રીલંકાની બ્યુટી અને અભિનેત્રી જૈકલેન ફર્નાડિસનો જન્મ મનામા(બહેરીન)માં થયો હતો. આવામાં તેમની પાસે શ્રીલંકાની નાગરિકતા છે.  ઉલ્લેખનીય છે કે તેમના પિતા એલરૉય ફર્નાડિસ એક શ્રીલંકન તમિલિયન છે અને તેમની માં કિમ મલેશિયાની છે. 
7 બોલીવુડ સ્ટાર્સ
3. બોલીવુડમાં ફિલ્મ રૉકસ્ટાર દ્વારા નામ કમાવનારી અભિનેત્રી નરગિસ ફાખરી પણ ભારતમાં રહીને પણ વોટ નથી નાખતી. તેનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો. તેની પાસે અમેરિકી પાસપોર્ટ અને નાગરિકતા છે. 
7 બોલીવુડ સ્ટાર્સ
4. બીજી બાજુ બોલીવુડની બેબી ડોલ સની લિયોનીની પાસે પણ ભારતની નાગરિકતા ન હોવાને કારણે વોટિંગ લિસ્ટમાં તેમનુ નામ ગાયબ છે. તેમનુ અસલી નામ કરનજીત કૌર બોહરા છે. તેમનો જન્મ સર્નિયા, કનાડામં એક સિખ પરિવારમાં થયો. 
7 બોલીવુડ સ્ટાર્સ
5. તમને એ જાણીને નવાઈ લાગશે કે આલિયા ભટ્ટ પાસે પણ ભારતની નાગરિકતા નથી. જી હા તેમની મા સોની રાજદાન બર્મિધમની છે અને તેની પાસે બ્રિટિશની નાગરિકતા છે. આ જ કારણ છે કે આલિયાની પાસે પણ બ્રિટિશ પાસપોર્ટ અને નાગરિકતા છે.  
7 બોલીવુડ સ્ટાર્સ
6. લિસ્ટમાં ફ્લોપ એક્ટર ઈમરાન ખાનનુ પણ નામ આવે છે. તે અમેરિકાના વિસ્કૉન્સિન શહેરના મેડિસનમાં જન્મ્યા હતા. પણ માતા-પિતાના છુટાછેડા પછી તેમને કૈલિફોંર્નિયા જવુ પડ્યુ આ અભિનેતાનો આગળનો અભ્યાસ પુરો થયો.  ઉલ્લેખનીય છે કે તેમની પાસે અમેરિકા નાગરિકતા અને પાસપોર્ટ છે. 
7 બોલીવુડ સ્ટાર્સ
7. છેવટે વાત કરીશુ બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની. ઉલ્લેખનીય છે કે અક્ષય પાસે કનાડાની નાગરિકતા અને તેમનો પાસપોર્ટ પણ કનાડાનો છે.  ઉલ્લેખનીય છે કે અક્ષયને કનાડાની નાગરિકતા સન્માનના રૂપમાં મળી છે.  તેમણે કનાડાની યૂનિવર્સિટી ઑફ વિંડસર માંથી ઓનરેરી ડૉક્ટરેટ લૉ ની ડિગ્રી મેળવેલ છે. જ્યારપછી તેમને કનાડાની ઑનરેરી સિટીજનશિપણ પણ આપવામાં આવી. આવામાં અક્ષય કુમારનુ નામ ભારતની વોટિંગ લિસ્ટમાંથી ગાયબ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફોટાને લઈને ટ્રોલ થઈ મલાઈકાએ આપ્યું કરારું જવાબ, બોલી- મને મૂકી દો..