Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ફિલ્મ ઈંડસ્ટ્રી બનામ ન્યૂઝ ચેનલ્સ - શાહરૂખ, સલમાન, કરણ અને આમિર સહિત 34 ફિલ્મ પ્રોડ્યુસર્સે લગાવી કોર્ટમાં પિટીશન, લખ્યુ બોલીવુડને બદનામ કરવાથી રોકો

ફિલ્મ ઈંડસ્ટ્રી બનામ ન્યૂઝ ચેનલ્સ - શાહરૂખ, સલમાન, કરણ અને આમિર સહિત 34 ફિલ્મ પ્રોડ્યુસર્સે લગાવી કોર્ટમાં પિટીશન, લખ્યુ બોલીવુડને બદનામ કરવાથી રોકો
, સોમવાર, 12 ઑક્ટોબર 2020 (20:23 IST)
બોલીવુડે મીડિયા પર ગેરજવાબદઆર અને અપમાનજનક રિપોર્ટિંગનો આરોપ લગાવ્યો છે. 4 ફિલ્મ એસોસિએશન અને 34 ફિલ્મ નિર્માતાઓના કેટલાક ચેનલ અને તેના પત્રકારો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં અપીલ કરવામાં આવી છે કે ચેનલ રિપબ્લિક ટીવી, તેના પત્રકાર, અર્નબ ગોસ્વામી, પ્રદીપ ભંડારી, ચેનલ ટાઈમ્સ નાઉ, તેના પત્રકાર રાહુલ શિવશંકર અને નવિકા કુમારને બોલીવુડ હસ્તિયો વિરુદ્ધ ગેરજવાબદાર અને અપમાનજનક રિપોર્ટિંગ રોકવાનો આદેશ આપવામાં આવે. 
 
અરજી કરનારાઓમા આ ચાર એસોસિએશન 
 
- ધ પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઈંડિયા 
- ધ સિને એંડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન 
- ધ ફિલ્મ એંડ ટીવી પ્રોડ્યુસરસ કાઉંસિલ 
- સ્ક્રીન રાઈટરર્સ એસોસિએશન 
- અને આ 34 પ્રોડક્શન હાઉસનો સમાવેશ 
 
 
યશરાજ ફિલ્મસ
ધર્મ પ્રોડક્શન્સ
આમિર ખાન પ્રોડક્શન્સ
સલમાન ખાન વેન્ચર્સ
સોહેલ ખાન પ્રોડક્શન્સ
રોહિત શેટ્ટી પિક્ચર્સ
રેડ ચિલી એંટરટેનમેંટ 
રિલાયન્સ બિગ એંટરટેનમેંટ 
રાકેશ ઓમપ્રકાશ મેહરા પિક્ચર્સ
નડિયાદવાલા ગ્રાંડસંસ એંટરટેનમેંટ 
કબીર ખાન ફિલ્મ્સ
અજય દેવગન ફિલ્મ્સ
કેપ ઓફ ગુડ ફિલ્મ્સ 
અરબાઝ ખાન પ્રોડક્શન્સ
આશુતોષ ગોવારિકર પ્રોડક્શન્સ
અનિલ કપૂર ફિલ્મ એન્ડ કમ્યુનિકેશન નેટવર્ક
એક્સેલ એંટરટેનમેંટ 
વિનોદ ચોપડા ફિલ્મ્સ
વિશાલ ભારદ્વાજ ફિલ્મ્સ
રોય-કપૂર પ્રોડક્શન્સ
એડ-લેબ્સ ફિલ્મ્સ 
આંદોલન ફિલ્મ્સ
બીએસકે નેટવર્ક એંડ એંટરટેનમેંટ 
ક્લિન સ્લેટ ફિલ્મસ 
એમી એંટરટેનમેંટ એંડ મોશન પિક્ચર્સ 
ફિલ્મ-ક્રાફ્ટ પ્રોડક્શન્સ
હોપ પ્રોડક્શન્સ
લવ ફિલ્મ્સ
મૈકગુફિન પિક્ચર્સ
વન ઇન્ડિયા સ્ટોરીઝ
આર.એસ. એન્ટરટેઇનમેન્ટ
રિયલ લાઈફ પ્રોડક્શન્સ
સિખયા એંટરટેનમેંટ 
ટાઇગર બેબી ડિજિટલ
 
સુશાંતની મોત પછી નિશાના પર છે બોલીવુડ 
 
સુશાંત સિંહ મૃત્યુ પછીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેની સાથે સંકળાયેલા લોકો  પર પર્સનલ અટેક થઈ રહ્યો છે. બોલીવુડ માટે ગંધ, ચરસિયાઓનુ ગઢ, સમાજનો મેલ જેવા શબ્દોનો ઉપયોગ થતો રહ્યો ચહે. એટલું જ નહીં, આ  બોલિવૂડ છે, જ્યાં ગંદકી સાફ કરવાની જરૂર છે  અથવા બોલીવુડના કેન્દ્રમાં આટલી ગંધ છે, જેને દૂર કરવા માટે પણ અરબની આખી પરફ્યુમનો પણ ઉપયોગ કરવામાં આવે છે, કાઈ થશે નહીં જેવી અપમાનજનક ઉપમાઓનો ઉપયોગ ચેનલો દ્વારા કરવામાં આવ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નેહા કક્કડ વહુ બનશે, લગ્નની તારીખ નક્કી થઈ, ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ વ્યક્ત કર્યો