અમદાવાદ શહેરમાં હવે કોરોના નાના બાળકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે.અમદાવાદ સિવિલમાં ત્રણ બાળકોના મોત થયા છે.હાલ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં 11 બાળકો સારવાર લઇ રહ્યા છે. જેમાં બે બાળકો ગંભીર હાલતમાં છે. આ સમગ્ર સ્થિતિ અતિથી અતિ ગંભીર થઈ શકે છે.બીજી તરફ સિવિલના નિષ્ણાત ડોક્ટર કહી રહ્યા છે કે બાળકો કોરોના હવે ગંભીર અસર પણ થઈ રહી છે જેમાં અચાનક લોહીનું ભ્રમણ રોકાઈ જવું તેમજ રેસપોરેટરી સિસ્ટમને અસર થઈ રહી છે.
અમદાવાદમાં રેકોર્ડ બ્રેક કોરોનાનાં કેસ વધી રહ્યા છે.કોરોનાંથી બચવા માટે અનેક લોકો સારવાર પાછળ દોડી રહ્યા છે. પરંતુ હવે ખૂબ જ ચોંકાવનારી બાબત એ છે કે શહેરમાં હવે નાના બાળકો કોરોનાના કારણે સંક્રમિત થઈ રહ્યા છે.જેના લીધે હવે બાળકોના મોત પણ કોરોનાના લીધે થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આસીસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચારુલ શાહે જણાવ્યુ કે ચાંદલોડિયા અર્બુદાનગર વિસ્તારના 8 વર્ષીય બાળકનું મોત 5 એપ્રિલના રોજ થયું હતું.મેમનગર સ્થિત જનકપુરી વિસ્તારમાં રહેતું બાળકીનું નામની 9 વર્ષીય બાળકનું મોત 3 એપ્રિલના રોજ થયું,અમરાઈવાડી વિસ્તારની બે વર્ષની બાળકીનું 23 માર્ચના રોજ થયું હતું મોત થયું હતું.ચારુલ મેહતાએ જણાવ્યું કે બાળકોમાં ભૂખ ઓછી થઈ જવી,ચીડિયાં પણું, ઝાડા ઉલટી પણ કોરોનાનાં સીમટમ છે.જેમાં ઘણી વખત બાળકોમાં સીમટમ ન હોય અને અન્યના સપર્કમાં આવે તો તે સુપર સ્પ્રેદર બની શકે છે.તેની સાથે બાળકો માતા પિતાને ફોલો કરતા હોય છે જેથી પેરેન્ટ્સ જ બાલકોમાં કોરોના પ્રોટોકોલ સમજાવે અને તે પ્રમાણે ઘરમાં અનુસરે તો બાળકોમાં સમસ્યા અંકુશમાં રાખી શકાય છે