Publish Date: Fri, 29 Jun 2018 (00:03 IST)
Updated Date: Sat, 23 Jun 2018 (13:35 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ પ્રસ્તુતિમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમનો એ તારીખે જન્મદિવસ હશે. રજુ છે તારીખ 29ના રોજ જન્મેલા વ્યક્તિઓ વિશે માહિતી.
તારીખ 29ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 2 હશે. 2 અને 9 પરસ્પર મળીને 11 થાય છે. 11ની સંખ્યા પરસ્પર મળીને 2 થાય છે. આ રીતે તમારો મૂલાંક 2 હશે. આ મૂલાંકને ચન્દ્ર ગ્રહ સંચાલિત કરે છે. ચન્દ્ર ગ્રહ મનનો કારક હોય છે. તમે અત્યાધિક ભાવુક છો. તમે સ્વભાવથી શંકાળુ પણ છો. બીજાના દુ:ખ દર્દથી તમે પરેશાન થઈ જાવ છો જે તમારી નબળાઈ છે. તમે માનસિક રૂપે તો સ્વસ્થ છો પણ શારિરીક રૂપે નબળા છો. ચન્દ્ર ગ્રહ સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે. તેથી તમે અત્યંત કોમળ સ્વભાવના છો. તમારી અંદર જરાપણ અભિમાન નથી. ચન્દ્ર સમાન તમારા સ્વભાવમાં પણ ઉતાર ચઢાવ જોવા મળે છે. તમે જો ઉતાવળને ત્યજી દો તો તમારા જીવનમાં ઘણી બધી સફળતા મળશે.
શુભ તારીખ : 2, 11, 20, 29
શુભ અંક : 2, 11, 20, 29, 56, 65, 92
શુભ વર્ષ : 1991, 1992, 2000, 2009 , 2027, 2029, 2036
ઈષ્ટદેવ : ભગવાન શિવ, ભગવાન બટુક
શુભ રંગ : સફેદ, આછો ભૂરો, સિલ્વર ગ્રે
લેખન સાથે સંબંધિત મામલામાં સાવધાની રાખવી પડશે. જોયા વગર કોઈ કાગળ પર હસ્તાક્ષર ન કરશો. કોઈ નવીન કાર્ય યોજનાઓની શરૂઆત કરતા પહેલા મોટાની સલાહ લો. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઠીક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સાચવીને ચાલવાનો સમય છે. પારિવારિક વિવાદ પરસ્પર સમજૂતી જ ઉકેલો. દખલગીરી કરવી ઠીક નથી.
મૂલાંક 2ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ
- હિટલર
- લાલ બહાદુર શાસ્ત્રી