Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs BAN : ભારતને સેમિફાઇનલ સુધી પહોંચાડનારા ભારતનું રન મશીન રોહિત શર્મા, જેમની બેટિંગ પર કેપ્ટન પણ ફિદા છે

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2019 (10:00 IST)
બાંગ્લાદેશ સામે કપ્તાન કોહલી 26 રન બનાવીને આઉટ થયા, ધોની 35 રનમં આઉટ થઈ ગયા, હાર્દિક પંડ્યા શૂન્ય પર આઉટ થઈ ગયા. આ જ મૅચમાં ભારતના ઓપનિંગ બૅટ્સમૅન રોહિત શર્માએ સદી ફટકારી, તેમણે 92 બૉલમાં 104 રન ફટકાર્યા હતા.
 
રોહિત શર્મા અને લોકેશ રાહુલે 30 ઓવર સુધી પારી જાળવી રાખી હતી, રોહિત શર્મા અને લોકેશ રાહુલે 180 રનની પાર્ટનરશિપ કરી. આ પાર્ટનરશિપ જોતા લાગતું હતું કે ભારતીય ટીમ આજે બાંગ્લાદેશ સામે જંગી સ્કોર ખડકી દેશે. 30મી ઓવરમાં રોહિત શર્માની વિકેટ ગઈ, એ સાથે મૅચની સ્થિતિ જ બદલાઈ ગઈ.
ભારતનું રન મશીન
 
રોહિત શર્માએ બાંગ્લાદેશ સામેની મૅચની પહેલી જ ઓવરમાં સિક્સ ફટકારી હતી. શરૂઆતથી જ રોહિત શર્મા ઝડપી બેટિંગ કરતા જોવા મળ્યા હતા. પાંચ સિક્સ અને સાત ફોર ફટકારીને રોહિત શર્માએ 104 રન કર્યા હતા.
 
113.04ના સ્ટ્ર્રાઇક રેટ સાથે તેમણે 92 બૉલમાં 104 રન કરીને સૌમ્ય સરકારની ઓવરમાં કૅચઆઉટ થઈ ગયા હતા. આઈસીસી વન ડે બેટિંગ રેન્કિંગમાં પણ રોહિત શર્મા વિરાટ કોહલી બાદ બીજા સ્થાને છે. 
 
વર્લ્ડ કપની ચોથી સદી
 
બાંગ્લાદેશ સામેની રોહિતની સદી એ વર્લ્ડ કપની તેમની ચોથી સદી છે. રોહિત શર્મા વિશ્વના બીજા અને ભારતના પ્રથમ જ ખેલાડી છે જેમને વર્લ્ડ કપમાં ચાર સદી ફટકારી છે. વર્લ્ડ કપ 2019માં રોહિત શર્મા એકમાત્ર ખેલાડી છે જેમને ચાર સદી ફટકારી હોય.
 
ભારતના પૂર્વ કપ્તાન સૌરવ 2003ના વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારી ચૂક્યા છે પણ ચાર સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી રોહિત છે. 
 
રોહિતે પાકિસ્તાન સામેની મૅચમાં 113 બૉલમાં 140 રન કર્યા હતા. 
 
સાઉથ આફ્રિકા સામેની મૅચમાં 122 રન કરીને અણનમ રહ્યા હતા, જ્યારે ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં પણ 102 રન કર્યા હતા.
 
વર્લ્ડ કપમાં સૌથી વધારે રન
 
આજની મૅચમાં રોહિત શર્માએ વર્લ્ડ કપના તેમના 500 રન પૂર્ણ કર્યા એટલું જ નહીં તેઓ આ વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયા છે. આ યાદીમાં અત્યાર સુધી ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ડેવિડ વૉર્નર 516 રન સાથે પ્રથમ ક્રમે હતા, તેમને પાછળ છોડીને રોહિત શર્મા 544 રન સાથે હવે પ્રથમ ક્રમ પર છે.
 
તેમના પહેલાં સચીન તેંડુલકરે 1996 અને 2003ના વર્લ્ડ કપમાં 500 રન કર્યા હતા. સચીન તેંડુલકર અને રોહિત શર્માને બાદ કરતા ભારતીય ટીમમાં એવા કોઈ બૅટ્સમૅન નથી જેમણે એક જ વર્લ્ડ કપમાં 500થી વધુ રન કર્યા હોય. આ યાદીમાં ત્રીજા ક્રમે આરોન ફિંચ, ચોથા ક્રમે શકબ અલ હસન અન પાંચમાં ક્રમે જો રૂટ છે.
 
બેટિંગ એવરેજની દૃષ્ટિએ પણ રોહિત શર્મા વિલિયમસન અને શકિબ અલ હસન બાદ 90.66ની એવરેજ સાથે ત્રીજા ક્રમે છે. 
 
સૌથી વધારે ચોગ્ગા
 
આ વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા પણ રોહિત શર્માએ જ ફટકાર્યા છે. વર્લ્ડ કપ 2019માં રોહિતે અત્યાર સુધી કુલ 53 ચોગ્ગા અને 12 છગ્ગા માર્યા છે. વધારે ચોગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે 51 ચોગ્ગા સાથે શકિબ અલ હસન અને ત્રીજા ક્રમે 49 સિક્સ સાથે ડેવિડ વૉર્નર છે.
 
આ યાદીમાં નવમું નામ ભારતીય કપ્તાન વિરાટ કોહલીનું છે, તેમણે વર્લ્ડ કપમાં 35 ચોગ્ગા માર્યા છે. સમગ્ર વન ડે કરિયરમાં રોહિત શર્માએ 230 સિક્સ ફટકારી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડીઓની યાદીમાં રોહિત શર્માનું નામ ચોથા સ્થાને છે.
 
આ યાદીમાં તેમની પહેલાં ક્રિસ ગેઇલ, શાહિદ આફરિદી અને જયસૂર્યાનું નામ છે. 
 
2007માં રોહિતનું વન ડે ક્રિકેટમાં આગમન થયું હતું પણ તેમના પ્રદર્શનને અસ્થિર ગણવામાં આવતું હતું. 2011ના વર્લ્ડ કપમાં તેમને ટીમમાં સ્થાન પણ નહોતું મળ્યું. વર્ષ 2017 બાદ તેમની બેટિંગમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

અમદાવાદમાં બનશે Imagicaa Entertainment Park રિવરફ્રંટની શોભા વધી જશે

શું બજરંગ પુનિયાનુ કરિયર ખત્મ થઈ ગઈ જાણો શા માટે ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા,

આગળનો લેખ
Show comments