કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું ગુરુવારે નિધન થઈ ગયું. તેમના પુત્ર અને સાંસદ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આની જાણકારી આપી. રામવિલાસ પાસવાન મોદી સરકારમાં ઉપભોક્તા મંત્રી હતા. લાંબા સમયથી તેમની તબિયત સારી નહોતી ચાલી રહી અને દિલ્હીની ઍસ્કૉર્ટ્સ હૉસ્પિટલમાં તેઓ દાખલ હતા.
રામવિલાસ પાસવાન- આખા દેશે આ નામ સાંભળ્યું 1977ની ચૂંટણી બાદ. સમાચાર એવા હતા કે બિહારની કોઈ એક બેઠક પર કોઈ નેતાએ એટલાં ભારે અંતરથી ચૂંટણી જીતી કે તેમનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સામેલ થઈ ગયું.
એ ચૂંટણીમાં રામવિલાસ પાસવાને જનતા પાર્ટીની ટિકિટ પર હાજીપુરની બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવારને સવા ચાર લાખથી વધારે મતોથી હરાવીને પ્રથમ વખત લોકસભામાં પગ મૂક્યો હતો.
પાસવાન આના આઠ વર્ષ પહેલાં જ વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા હતા. જોકે, 1977માં એ જીતે રામવિલાસ પાસવાનને રાષ્ટ્રીય નેતા બનાવી દીધા.
આગામી ચારથી પણ વધુ દાયકા સુધી તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહ્યા.
તેઓ નવ વખત સાંસદ રહ્યાં. પોતાના 50 વર્ષના રાજકીય જીવનમાં તેમણે માત્ર 1984થી 2009માં પરાજયનો સામનો કર્યો.
1989 બાદથી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહની બીજી યૂપીએ સરકાર છોડીને તે તમામ વડા પ્રધાનનોની સરકારમાં મંત્રી રહ્યા હતા.
તેઓ ત્રીજા મોરચાની સરકારમાં પણ મંત્રી રહ્યાં. કૉંગ્રેસના વડપણ હેઠળની યૂપીએ સરકારમાં પણ અને ભાજપના વડપણ હેઠળની એનડીએ સરકારમાં પણ.
તેઓ દેશના એક માત્ર એવા રાજકારણી હતી, જેમણે છ વડા પ્રધાનની સરકારમાં મંત્રીપદ સંભાળ્યું હતું.
વિશ્વપ્રતાપ સિંહથી લઈને એચ. ડી. દેવગૌડા, આઈ. કે. ગુજરાલ, અટલ બિહારી વાજપેયી, ડૉ. મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીની સરકારમાં પોતાની જગ્યા બનાવવાનું કૌશલ્ય પર જ કટાક્ષ કરતાં એક સમયે તેમના સાથી રહેલા અને બાદમાં રાજકીય વિરોધી બની ગયેલા લાલુ પ્રસાદ યાદવે તેમને 'મોસમ વૈજ્ઞાનિક' ગણવ્યા હતા.
એવું પણ કહેવાય છે કે પોતાના સમગ્ર રાજકીય જીવનમાં પાસવાન માત્ર એક વખત જ હવાની દીશા માપવામાં થાપ ખાઈ ગયા હતા. જ્યારે 2009માં તેમણે કૉંગ્રેસનો હાથ છોડીને લાલુ પ્રસાદ યાદવનો હાથ ઝાલ્યો હતો. એ બાદ તેઓ એ જ હાજીપુરની બેઠક હારી ગયા હતા, જ્યાંથી તેઓ રૅકૉર્ડ મતોથી જીતતા હતા.
જોકે, એ પછીના જ વર્ષે તેમણે લાલુ યાદવના પક્ષ આરજેડી અને કૉંગ્રેસની મદદથી રાજ્યસભામાં જગ્યા બનાવીને તેમણે પોતાની આ ભૂલનું પણ વળતર વસૂલી લીધું.
ગુજરાતમાં કોરોના જેવો વધુ એક જીવલેણ ચેપી રોગ ત્રાટક્યો?
બિહારના ખગડિયા જિલ્લામાં એક દલિત પરિવારમાં જન્મેલા રામવિલાસ પાસમાન ભણવામાં સારા હતા. તેમણે બિહારની સિવિલ સેવાની પરીક્ષા પાસ કરી અને ડીએસપીના પદ માટે પંસદ કરાયા.
જોકે, એ વખતે બિહારમાં ભારે રાજકીય હલચલ મચેલી હતી. આ સમય દરમિયાન તેમની મુલાકાત બેગુસરાય જિલ્લામાં એક સમાજવાદી નેતા સાથે થઈ, જેમણે તેમને પાસવાનની પ્રતિભાથી આકર્ષાઈને તેમને રાજકારણમાં આવવા માટે પ્રેરિત કર્યા.
1969માં પાસવાન સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટીની ટિકિટ પરથી એલૌલી અનામ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને અહીંથી જ તેમના રાજકીય જીવનની દીશા નિર્ધારીત થઈ ગઈ.
પાસમાન બાદમાં જે.પી. આંદોલનમાં પણ સામેલ રહ્યાં અને 1975માં ઇમરજન્સી બાદ લગભગ બે વર્ષ સુધી જેલમાં પણ રહ્યા.
જોકે, પ્રારંભિક ઓળખ તેમની બિહારના મોટા યુવા નેતા તરીકે જ થતી હતી.
વરિષ્ઠ પત્રકાર અરવિંદ મોહન જણાવે છે કે વિદ્યાર્થીઆંદોલન અને જેપી આંદોલનના વખતે લાલુ યાદવ, નીતીશ કુમાર, સુશિલ મોદી, શિવાનંદ તિવાર, વશિષ્ઠ નારાયણ સિંહ જેવા નેતાઓનાં નામ સંભળાતાં હતાં. જોકે, પાસવાનનું નામ લોકોએ પહેલી વાર 1977માં સાંભળ્યું.
અરવિંદ મોહન યાદ કરે છે, "પાસવાનજીનું નામ ત્યારે એવી રીતે નહોતું સંભળાતું, કારણ કે તેમનું નામ 74ની લીડરશિપમાં નહોતું. નિર્ણય લેનારાઓમાં તેઓ સામેલ નહોતા. ટિકિટ મેળવવામાં તેમને સુવિધા એવા માટે થઈ ગઈ હશે કે તેઓ દલિત હતા અને એક વાર ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા. રામવિલાસજી તરફ ધ્યાન ગયું 77ની ચૂંટણીમાં, જ્યારે લોકોએ એ જાણવામાં રસ દાખ્યવ્યો કે આ રેકૉર્ડ કોણે બનાવ્યો."
અરવિંદ મોહન જણાવે છે કે એ બાદ રામવિલાસ પાસવાને સંસદના મંચનો સારી રાતે ઉપયોગ કર્યો હતો.
તેઓ જણાવે છે, "સૌથી વધુ સવાલ પૂછનારા નેતાઓમાં તેમની ગણના થતી હતી. તેઓ બહુ ભણેલા-ગણેલા હતા. દરેક મુદ્દા પર સવાલ પૂછતા હતા એથી તેમની છબિ ઝડપથી બદલી અને એ બાદ જે નવયુવાની નેતાગીરી ઊભરી, તેમાં તેઓ સામેલ રહ્યા."
બિહારના મોટા દલિત નેતા
વર્ષ 1977 બાદ 1980ની ચૂંટણીમાં પણ સરળતાથી જીતનારા પાસવાને સંસદ અને કેન્દ્રીય રાજનીતિમાં પોતાની ઉપસ્થિતિ બનાવી રાખી પરંતુ ઇંદિરા ગાંધીની હત્યા બાદ 1984માં તેઓ ચૂંટણી હારી ગયા.
અરવિંદ મોહન જણાવે છે કે એ જ સમયે દેશમાં દલિત ઉત્તાનની રાજનીતિએ જોર પકડ્યું હતું અને પાસવાને હરિદ્વાર, મુરાદાબાદ જેવી બેઠકો પર થયેલી પેટાચૂંટણીઓમાં જઈને પોતાની દલિત નેતાની છબી મજબૂત કરવાની કોશિશ કરી અને બિહાર બહાર પણ રાજનીતિની રાહ બનાવી દિલ્હી સાથે જોડાયા.
તેઓ કહે છે, "જોકે તેઓ કાંશીરામ અને માયાવતીના સ્તરના નેતા નહીં બની શક્યા પરંતુ દેશમાં દલિત નેતાઓની જ્યારે પણ ગણના થશે તો એમનું નામ પણ તેમાં સામેલ હશે. આનાથી તેમને લાભ થયો અને તેઓ પોતાની બિરાદરીના નેતા બની ગયા."
હાથરસ કેસ : યોગી સરકાર પીડિતાના પરિવારનો નાર્કો ટેસ્ટ કેમ કરવા માગે છે?
અરવિંદ માને છે કે પાસવાન મતોનું ધ્રુવિકરણ તેમની મોટી તારત બની ગઈ, જે હજુ સુધી બની નહોતી કેમ કે જો કોઈ પણ નેતા પાસે 10 ટકા મતો હોય તો રાજનીતિમાં તેમની ઉપેક્ષા નથી થઈ શકતી.
રામ વિલાસ પાસવાને આ જ તાકતના દમ પર વર્ષ 2000માં પોતાની અલગ રાહ પકડી અને જનતા દળ (યુનાઇટેડ)માંથી અલગ થઈ પોતાની નવી અલગ પાર્ટી બનાવી. જેનું નામ રાખ્યું લોક જનશક્તિ પાર્ટી.
પટના સ્થિત વરિષ્ઠ પત્રકાર મણિકાંત ઠાકુર જણાવે છે કે રામ વિલાસ પાસવાન પોતાની જાતિના મોટા નેતા બનીને ઉભર્યા અને તેનો તેમને લાભ થયો.
મણિકાંત ઠાકુર કહે છે, "બિહારમાં જેટલી પણ દલિત જાતિઓ છે, તેમાં પાસવાન જાતિમાં આક્રણક ગુણ રહ્યા છે અને જો કોઈ એક ક્ષેત્રમાં કેટલીક દલિત જાતિ હોય તો તેમાં પાસવાન પણ છે તો પછી વર્ચસ્વ તેમનું રહે છે. તેનો ફાયદો તેમને મળ્યો અને પાર્ટીનો ફેલાવો પણ થયો."
પણ પાસવાને દલિતો માટે કામ કર્યું?
અરવિદ માને છે કે રામ વિલાસ પાસવાને બીએસપી અથવા આંબેડકરની જેમ દલિતો મામલે આંદોલનો ન કર્યાં પરંતુ આ વિશે તેમની ઉપયોગીતા ઘણી રહી અને તેઓ દલિતોને બંધારણ અને કાનૂનમાં અપાયેલા અધિકારો પર કોઈ આંચ ન આવે તે માટે પ્રખર રીતે બોલતા હતા.
અરવિંદ માને છે,"જે કાનૂન બની ચૂક્યા છે તેને ચાલુ રાખવાનું પણ દલિત રાજનીતિનું મહત્ત્વનું કામ છે. પાસવાન જેવાની હાજરી આ કામ સુનિશ્ચિત કરતી રહી. એવું ન થયું કે તેઓ આને લઈને લડ્યા અથવા સરકાર છોડી દીધી. પણ જ્યારે તક આવી તેઓ બોલતા રહ્યા."
તેઓ પાસવાનને દલિતોમાં સૌથી સફળ નેતા માનતા કહે છે,"બીએસપી ઝડપથી આગળ વધી અને તેનાથી દલિતોના જીવનને પણ ફર્ક પડ્યો. પરંતુ પછી તે ભ્રષ્ટાચારના માયાજાળમાં ફસાઈ ગઈ અને તેમણે જાતિય વૈમનસ્યતાને વધાર્યું. પણ પાસવાનની રાજનીતિમાં આવું ક્યારેય નહોતું."
પાસવાન સૌથી પહેલા વીપી.સિંહ સરકારમાં શ્રમ મંત્રી બન્યા. ત્યાર બાદ તેમણે અલગ-અલગ સરકારોમાં રેલ, સંચાર, ખદાણ, રસાયણ અને ઉર્વરક, ગ્રાહક તથા ખાદ્ય જેવા મંત્રાલયોની જવાબદારી સંભાળી.