Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌરાષ્ટ્ર સહિતના કયા-કયા વિસ્તારમાં વરસાદની આગાહી

Rain in saurastra
, સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (10:11 IST)
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે
દરિયાકાંઠે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 204 મિલીમિટર વરસાદ નોંધાયો છે.
છેલ્લા અઠવાડિયાથી જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે.
તો ખંભાળિયા તાલુકામાં પણ 140 મિલીમિટર વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદને લીધે બે લોકો લાપતા થયા હોવાના સમાચાર પણ મળ્યા છે. હવામાનવિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
એવી જ રીતે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની આગાહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મધ્યપ્રદેશ: ભારે વરસાદને કારણે લોકો પ્રભાવિત થયા, ભોપાલમાં ઘરોમાં પાણી ભરાયુ, શાળાઓ અને કોલેજો બંધ