બૅન્કોએ જેટ ઍરવેઝને કટોકટીની નાણાકીય સહાય કરવાનો ઇન્કાર કરતા તેણે પોતાનાં તમામ ઑપરેશન્સ હાલ પૂરતાં રોકી દીધાં છે.
એસબીઆઈ સહિતની બૅકોએ જેટ ઍરવેઝની નાણાકીય માગણીનો અસ્વીકાર કરી દીધો હતો જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
25 વર્ષ જૂની આ કંપની પર 8,000 કરોડ રૂપિયા જેટલું દેવું છે અને કંપનીએ 18 એપ્રિલથી જ પોતાની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી.
જો જેટ ઍરવેઝ કંપની બંધ થઈ જશે તો 20 હજાર લોકોની નોકરીઓ જવાની સંભાવના છે.
જેટ ઍરવેઝે પોતાની કામગીરી ચાલુ રાખવા બૅન્કો પાસેથી 983 કરોડના ઇમરજન્સી ભંડોળની માગણી કરી હતી.