rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સફાઈકામદારના પદ માટે 7000 એન્જિનિયર અને ગ્રૅજ્યુએટ્સની અરજી

સફાઈકામદાર

તામિલનાડુ વિધાનસભા સચિવાલય બાદ હવે કોઇમ્બતુર કૉર્પોરેશનમાં સફાઈકામદારની નોકરી માટે હજારો અરજી આવી છે.

હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આ અરજીઓ મોટાભાગે એન્જિનિયર અથવા તો અન્ય કોઈ સ્નાતક કે પછી ડિપ્લોમાની ડિગ્રી ધરાવતી વ્યક્તિઓએ કરી છે.

સફાઈકામદારનાં 549 પદોની ભરતી માટે 7000 જેટલા લોકોએ અરજી કરી છે.

આ પરિસ્થિતિ અંગે સરકાર પર નિશાન સાધતાં DMK પ્રમુખ એમ. કે. સ્ટાલિને કહ્યું છે કે આ સ્થિતિ દર્શાવે છે કે રાજ્યમાં કેટલી બેરોજગારી છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે આગામી દિવસોમાં ઘણી સોફ્ટવૅર કંપનીઓના કર્મચારીઓ પોતાની નોકરી ગુમાવી દેશે.

આ વર્ષે જ તામિલનાડુ વિધાનસભા સચિવાલયમાં સફાઈકામદારની નોકરી માટે M.Tech, B.Tech અને MBA જેવી ડિગ્રી ધરાવતા કુલ 4,607 લોકોએ અરજી કરી હતી.

આ નોકરી માટે અરજદારનું માત્ર શરીર સ્વસ્થ હોવું જરૂરી છે અને તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નલિયા 11 ડિગ્રી સાથે ઠંડુંગાર, અમદાવાદમાં 18.8 ડિગ્રી તાપમાન