બીબીસી ન્યૂઝ ભારતમા6 2019ના લોકસભા ચૂંટણીના પોતાના કવરેજમાં નવીનતા લાવવાની કોશિશ કરી રહ્યુ છે. બીબીસી ન્યૂઝ વૉયસ એક્ટિવેટેડ બુલેટિન લઈને આવી રહ્યુ છે. આ ઉપરાંત તે ચૈટબૉટ ટેકનોલોજીની સાથે એક્સપેરિમેંટ કરી રહ્યુ છે અને ફેક ન્યૂઝ પર રોક લગાવવા માટે તેણે ફેક્ટ ચેકિંગ સર્વિસ પણ શરૂ કરી છે.
આ વિશેષ સામગ્રી બીબીસી ઈંડિયા પર રજુ કરવામાં આવશે. બીબીસી ઈંડિયા છ ભારતીય ભાષાઓ જેવી કે હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, તમિલ અને તેલુગૂમાં ન્યૂઝ સેવાઓ આપે છે.
બીબીસી ન્યૂઝના જર્નલિસ્ટ ચૂંટણી દરમિયાન મતદાતાઓની આકાંક્ષાઓ, સરકાર પ્રત્યે નિરાશા અને ભારતના ભવિષ્યના જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીને નિષ્પક્ષ અને સ્વતંત્ર રૂપથી વિસ્તૃત કવરેજ, વિશેષ ઈંટરવ્યુ અને એક્સપર્ટ એનાલિસિસ રજુ કરશે. આ દરમિયાન બીબીસી મતદાનના પરિણામો પર ઝીણવટભરી નજર રાખશે અને ગંભીર તાર્કિક વિષયો પર વિસ્તૃત ચર્ચા કરશે.
આ કૈપેનના હેઠળ બીબીસી વર્લ્ડ ન્યૂઝ અને બીબીસી ડૉટ કૉમ અનેક મોટી સ્ટોરીયો કરશે. આ દરમિયાન રોજગાર, સુરક્ષા, રાષ્ટ્રવાદ, ગ્રામીણ વોટ, ધર્મ , યુવા મતદાતા અને મહિલાઓ વિરુદ્ધ હિંસા જેવા ગંભીર વિષયો પર વિશ્લેષણ રજુ કરવામાં આવશે.
બીબીસી 15 એપ્રિલના રોજ હિન્દીમાં પ્રથમ વૉયસ એક્ટિવેટેડ બુલેટિન લોંચ કરવા જઈ રહ્યુ છે. યૂઝર્સ તેના દ્વારા બીબીસી ચૂંટણી સમાચાર કવરેજ સાથે જોડાયેલા રહેશે અને ક્ષણ ક્ષણના સમાચાર તેમને મળતા રહેશે. આ જ રીતે 16 એપ્રિલના રોજ બીબીસી ઈંડિયા ફેસબુકના મૈસેંજર પ્લેટફોર્મ પર હિન્દી અને અંગ્રેજીમાં એક પ્રયોગાત્મક ઈંટરૈક્ટિવ ચૂંટ્ણી ચૈટબૉટ રજુ કરશે.