આજકાલ લોકોની સહન કરવાની શક્તિ ઘટી ગઈ છે. થોડી થોડીવારે લાગી આવવુ અને નામોટા પારિવારિક ઝગડાનુ વાતચીત કરીને સમાધાન કરવાને બદલે કા તો બીજાને નુકશાન પહોંચાડે છે અથવા તો ખુદને નુકશાન પહોંચાડે છે. વડોદરા,કિશનવાડી વિસ્તારમાં રહેતા સફાઇ કામદારના યુવા પુત્રે પારિવારિક જીવનથી કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે વારસિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કિશનવાડીની દેવરાજ સોસાયટીમાં રહેતો સંજય ધીરૃભાઇ હરિજન મજૂરી કામ કરે છે.તેના પિતા કોર્પોરેશનમાં સફાઇ કામદાર છે.સંજયના લગ્ન વર્ષ-૨૦૧૭ માં થયા હતા.લગ્ન પછી તેની પત્નીને પિયરમાં રહેવું હતું.તે મુદ્દે અવાર-નવાર પતિ પત્ની વચ્ચે તકરાર થતી હતી.છેલ્લા એક વર્ષથી સંજયની પત્ની પિયરમાં જતી રહી હતી.અને તેણે કોર્ટેમાં ભરણ પોષણનો કેસ કર્યો હતો.જેના કારણે સંજય સતત ટેન્શનમાં રહેતો હતો.ગઇકાલે સંજય મકાનના ઉપરના માળે ઊંઘી ગયો હતો.જ્યારે તેના માતા પિતા નીચેના માળે ઊંઘી ગયા હતા.રાતે સંજયે ઉપરના માળે બાથરૃમમાં છતના હુકમાં સાડી બાંધીને આપઘાત કરી લીધો હતો.જે અંગે વારસિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.