Ayodhya Dham: અયોધ્યા નામ સાંભળતા જ પ્રભુ રામની જન્મભૂમિ યાદ આવી જાય છે. આ એ પાવન ભૂમિ છે જ્યા એક બાજુ અવિરલ સરયૂ પ્રવાહિત થાય છે તો બીજી બાજુ શ્રીરામની બાળપણની સ્મૃતિ આ દિવ્ય ભૂમિના રોમ-રોમમાં સમાહિત છે. અયોધ્યામાં શ્રી રામે પોતાના બાળ સ્વરૂપમાં અનેક સ્થાંપર બાલ લીલાઓ કરી છે. તેમાથી આજે અમે તમે એક ખૂબ જ દિવ્ય સ્થાન વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જ્યા ભગવાન રામ પોતાના બાળ સ્વરૂપમાં ઉછર્યા અને 4 ભાઈઓ અહી સાથે રમતા હતા.
હવે તમે પણ એ જાણવા માટે ઉત્સુક હશો કે અયોધ્યા ધામમાં તે કયું સ્થાન છે જ્યાં શ્રી રામ બાળપણમાં રમતા હતા. આવો જાણીએ આ દિવ્ય સ્થાન વિશે.
રામચરિતમાસની ચોપાઈમાં ભગવાન રામના બાળપણના નાટકનું વર્ણન
धूसर धूरि भरें तनु आए। भूपति बिहसि गोद बैठाए॥
ચોપાઈમાં લખેલું છે કે જ્યારે રામલલા રમતા રમતા પાછા આવતા ત્યારે તેઓ આવીને તેમના પૂજનીય પિતાને વળગીને તેમના ખોળામાં બેસી જતા હતા/
આજે પણ એ જ જગ્યાએ દશરથ મહેલ સ્થાપિત છે
ત્રેતામા ભગવાન રામ તેમના બાળપણમાં જ્યાં મોટા થયા અને તેમના ચાર ભાઈઓ સાથે રમ્યા તે સ્થાન આજે પણ અયોધ્યામાં આવેલું છે. આ જગ્યા તેમના પિતા દશરથજીનો મહેલ છે. ભગવાન રામે પોતાનુ બાળપણ અહીં વિતાવ્યું હતું. અયોધ્યાનું આ પ્રાચીન મંદિર હાલમાં રાજા દશરથ મહેલના નામથી પ્રખ્યાત છે. ત્રેતાયુગ દરમિયાન જ્યાં મહારાજા દશરથનો મહેલ હતો તે જ સ્થાન પર વિક્રમાદિત્ય દ્વારા વર્તમાન યુગ અનુસાર ફરીથી આ સ્થાનનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને તેને અયોધ્યા ધામના બડા સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભગવાન રામ આ જ આંગણમાં રમતા હતા
મંદિરમાં જ્યારે તમે પ્રવેશ કરશો તો તેની અંદર એક મોટુ આંગણ છે. આ આંગણ એ જ છે જ્યા શ્રી રામ બાળપણમાં પોતાના ચાર ભાઈઓ સાથે રમતા હતા. આ જ મકાનમાં શ્રી રામ સહિત ચાર ભાઈઓનુ બાળપણ વીત્યુ છે. દશરથ મહેલની અંદર પ્રવેશ કરતા જ તમને હનુમાનજીના દર્શન થશે. ત્યારબાદ ત્યા તમે એ આંગણને જોઈ શકશો જ્યા શ્રીરામે બાળ રમત રમી હતી. પછી જેવા તમે મંદિરની અંદર જશો તમને શ્રી રામજીના વિગ્રહના દર્શન થશે. દશરથ મહેલ અંદરથી ખૂબ જ સુંદર બનેલો છે અને ખૂબ જ પ્રાચીન કલાકૃતિથી સુશોભિત પણ છે. આ સાથે જ તમને અહી શ્રી રામના પરમ પૂજ્ય પિતા શ્રી દશરથજી ની પ્રતિકાત્મક છબિની તસ્વીર અને અને મા કૌશલ્યાના ખોળામાં બેસેલા શ્રી રામના બાળ સ્વરૂપની સુંદર છબિવાળી તસ્વીરના પણ દર્શન થશે.
રામજન્મભૂમિથી માત્ર 500 મીટર દૂર છે
આ દશરથ મહેલ અયોધ્યામાં રામ મંદિરથી માત્ર 500 મીટર દૂર સ્થિત છે. અયોધ્યા આવતા ભક્તો આ મંદિરના દર્શન કરવા ચોક્કસ આવે છે. મંદિરમાં પ્રવેશ સવારે 5 વાગ્યાથી ઉપલબ્ધ છે અને તે મુલાકાતીઓ માટે રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. મંદિર સંકુલ અંદરથી ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. રામ નવમીના દિવસે અહીં લાખો ભક્તો એકઠા થાય છે અને સમગ્ર મંદિર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠે છે