Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અક્ષય તૃતીયાના શ્રેષ્ઠ મુહૂર્તમાં કરો આ કામ, ધનની વર્ષા થશે

અક્ષય તૃતીયાના શ્રેષ્ઠ મુહૂર્તમાં કરો આ કામ, ધનની વર્ષા થશે
, શુક્રવાર, 28 એપ્રિલ 2017 (14:53 IST)
વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવાય છે. વૈદિક પંચાગમના મુહુર્ત પ્રણાલીમાં ઈંગિત ચાર સર્વાધિક શુભ દિવસોમાંથી આ એક માનવામાં આવી છે. અક્ષયનો અર્થ છે જેનો ક્યારેય ક્ષય ન થયો હોય. અર્થાત જે ક્યારેય નષ્ટ ન થાય. ધર્મની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ અનેક અવતાર લીધા છે. જેમા નર-નારાયણ, હગ્રગ્રીવ અને પરશુરામના ત્રણ પ્રવિત્ર અવતાર અક્ષય તૃતીયાના રોજ ઉદય થયા હતા. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસને સર્વસિદ્ધિ મુહૂર્ત પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે શુભ કામ માટે પંચાગ જોવાની જરૂર નથી હોતી. શાસ્ત્રો મુજબ આ દિવસને સતયુગ, પરંતુ કલ્પભેદથી ત્રેતાયુગની શરૂઆત થવાથી તેને યુગાદિ તિથિ પણ કહેવામાં આવે છે.  વૈશાખ માસમાં સૂર્યના તેજથી દરેક જીવધારી તરસથી વ્યાકુળ થઈ જાય છે. તેથી આ તિથિમાં શીતળ જળ, કળશ, ચોખા, દૂધ, દહી અને પેય પદાર્થોનુ દાન અક્ષય અને અમિત પુણ્યકારી માનવામાં આવ્યુ છે.  આ દિવસે ગંગા-યમુના વગેરે તીર્થોમાં સ્નાન અને શિવ-પાર્વતી અને નર નારાયણની પૂજાનુ વિધાન છે. 
 
શુ કરશો 
 
આ અબૂઝ મુહુર્ત સગાઈ અને વિવાહ માટે સર્વોત્તમ છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે સોનાની ખરીદી કરવાથી ઘરમાં સોના જેવી ચમક આવી જાય છે. આ દિવસે કરવામાં આવેલ કાર્ય સ્થાયી રહે છે.  આ ઉપરાંત લાંબુ રોકાણ જેવુ કે પ્લોટ, ફ્લેટ, સ્થાયી પ્રોપર્ટી, વીમા પોલીસી, શેયર, મ્યુચ્યુઅલ ફંડ, આભૂષણ, સોનુ, ચાંદી, વાહન ખરીદી, નોકરી માટે અરજી, નવો વ્યવસાય શરૂ કરવો, મકાનનો પાયો નાખવો, મકાન ખરીદીનુ એગ્રીમેંટ, વિદેશ યાત્રા, નવો વેપાર શરૂ કરવો વગેરે માટે ચિરંજીવી દિવસ છે.  શુક્ર ગ્રહ, સુખ સુવિદ્યા અને એશ્વર્યનુ પ્રતીક છે.  આ દિવસે ગૃહોપયોગી સામાન પણ ખરીદી શકાય છે.  વિલાસિતા, શ્રૃંગાર, ભવનના નવીનીકરણથી સંબંધિત વસ્તુઓ ઘરમાં લાવવી શુભ માનવામાં આવી છે.  આ દિવસે ઘરે ઘરે ધન વરસશે જે ખરીદશે તે અક્ષય થઈ જશે.   વાહનની ખરીદી મુહુર્ત જોયા વગર અક્ષય તૃતીયાના દિવસે કરી શકાય છે. 
 
ખરીદી માટે શ્રેષ્ઠ મુહૂર્ત - શુક્રવાર તારીખ 28.04.2017 - બપોરે 13:40 થી સાંજે 15:34 સુધી 
 
લક્ષ્મી પૂજન માટે શ્રેષ્ઠ મુહૂર્ત - શુક્રવાર તારીખ 28.04.2017 - સાંજે 19:59થી રાત્રે 22:15 સુધી 
 
 
તાંત્રિક પૂજન માટે શ્રેષ્ઠ મુહૂર્ત - શનિવાર તારીખ 29.04.17 - રાત્રે 24:20થી રાત્રે  26:07 સુધી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અક્ષય તૃતીયાની પૌરાણિક કથા- જ્યારે શ્રીકૃષ્ણને મળ્યા સુદામા