Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Akshaya Tritiya 2026: 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા, અહી જાણો શુ ખરીદવુ અને કંઈ વસ્તુઓથી બચવુ

Akshaya Tritiya
Akshaya Tritiya
Akshaya Tritiya 2026: શુભ યોગની સાથે આ વર્ષે 19 એપ્રિલ 2026 ના રોજ અક્ષય તૃતીયા ઉજવાશે. શાસ્ત્રો મુજબ આ દિવસ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા પર આવે છે,  જેને અબૂજ મુહૂર્ત માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કોઈપણ શુભ કાર્યને કરવા માટે અલગ મુહુર્ત જોવાની જરૂર નથી પડતી. સાથે જ આ તિથિ પર કેટલીક વસ્તુઓની ખરીદી કરવાનુ ફળ સાધકને લાંબા સમય સુધી કાયમ રહે છે.  આ દરમિયાન કેટલાક લોકો સોના ચાંદીના ઘરેણા તો કેટલાક લોકો વાહન ખરીદીને ઘરે લાવ્યા છે.  આ ખૂબ જ લાભકારી હોય છે અને દેવી લક્ષ્મીનો વાસ પણ ઘરમાં બન્યો રહે છે.  પરંતુ કેટલીક વસ્તુઓને ખરીદવાથી હંમેશા બચવુ જોઈએ નહી તો નકારાત્મકતા આવી શકે છે. આવો જાણીએ અક્ષય તૃતીયા પર શુ ખરીદવુ શુ નહી તેના વિશે  
 

અક્ષય તૃતીયા પર શુ ખરીદવુ 

 
-  અક્ષય તૃતીયા પર સોનુ ચાંદી ખરીદવુ શુભ હોય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહે છે.  
- તમે તાંબા કે ચાંદીના વાસણ પણ ખરીદી શકો છો. જેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેના પ્રભાવથી ઘરમાં    બરકત અને સુખ શાંતિ આવે છે.  
- તમે જમીન કે સંપત્તિ ખરીદવાની પણ શરૂઆત કરી શકો છો.  
- કોઈ વાહન ખરીદી શકો છો. 
- ધાર્મિક વસ્તુઓ જેવી કે ભગવાનની મૂર્તિ, શંખ, કળશ કે પૂજા સામગ્રી ખરીદવી પણ ફળદાયી માનવામાં આવે  છે. 
- તમે સેંઘા લૂણ ખરીદી શકો છો. માન્યતા છે કે તેનાથી ઘરમાં શાંતિ વધે છે અને કર્જ જેવી પરેશાનીઓ દૂર        થાય છે.  
 

શુ ન ખરીદવુ  
 

- ધાર્મિક માન્યતાઓ મુજબ અક્ષય તૃતીયાના દિવસે કાળા રંગની વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવી 
 - તમે લોખંડની વસ્તુઓ પણ ન ખરીદશો. આ અશુભ થઈ શકે છે અને તમારી સુખ-સમૃદ્ધિ પર પ્રભાવ નાખી     શકે છે.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આવા લોકો પર વિશ્વાસ કરવો એટલે પોતાના પગ પર કુહાડી મારવી, આજે જ ઓળખો આ 5 સંકેત