Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ

Akshaya Tritiya 2025
, ગુરુવાર, 17 એપ્રિલ 2025 (16:48 IST)
Akshaya Tritiya 2025 : સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ મહત્વ ધરાવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો.  નારદ પુરાણ મુજબ અક્ષય તૃતીયાના દિવસે તેજ વહેણને કારણે  મા ગંગા પહેલી વાર પૃથ્વી પર અવતરિત થયા. આ દિવસે મહાદેવે માતા ગંગાને પોતાના વાળમાં ધારણ કરી હતી. અક્ષય તૃતીયાને ખોરાક અને કૃષિ સાથે સંબંધિત તહેવાર માનવામાં આવે છે. આ દિવસે કરેલું કાર્ય અને ખરીદેલી વસ્તુઓ તમારા જીવન સાથે કાયમી રૂપે જોડાયેલી રહે છે. અંક જ્યોતિષ અનુસાર, દરેક અંકના વ્યક્તિએ કેટલીક વસ્તુઓ ખરીદવી જોઈએ અને તેને પોતાની પાસે રાખવી જોઈએ. ચાલો જાણીએ કે કયા નંબરના વ્યક્તિએ શું ખરીદવું જોઈએ.
 
મૂલાંક 1 : મૂલાંક 1 વાળા લોકોએ આ અક્ષય તૃતીયા તિથિએ ઘઉં અથવા જવ ખરીદવા જોઈએ. તેને ખરીદ્યા પછી, તેનો થોડો ભાગ તમારા ઘરના લોકરમાં અથવા જ્યાં તમે પૈસા મુકો છો ત્યાં મુકો. આ ઉપરાંત, તમે સોનાના ઘરેણાં પણ ખરીદી શકો છો.
 
મૂલાંક 2: મૂલાંક 2 ધરાવતા લોકોએ અક્ષય તૃતીયા પર ડાંગર અથવા ચોખા ખરીદવા જોઈએ. આ ખરીદેલા ચોખાનો ઉપયોગ તમે આખુ વર્ષ દરમિયાન પૂજામાં કરી શકો છો. તેનો થોડો ભાગ તિજોરીમાં પણ મુકો.
 
મૂલાંક ૩: અક્ષય તૃતીયા પર, મૂલાંક ૩ વાળા લોકો પૂજા અથવા કોઈપણ ધાર્મિક ગ્રંથ કે પુસ્તક વગેરે સંબંધિત સામગ્રી ખરીદી શકે છે. અક્ષય તૃતીયા પર તેને ખરીદવું ખૂબ જ શુભ રહે છે.
 
મૂલાંક 4 : અક્ષય તૃતીયાના દિવસે, મૂલાંક 4  ના લોકો માટે નારિયેળ અથવા અડદની દાળ ખરીદવી ખૂબ જ શુભ રહેશે. જો તમે અડદની દાળ ખરીદો છો, તો તેનો થોડો ભાગ ઘરના રસોડામાં મુકો અને બાકીનો ભાગ ગરીબોને દાન કરો. નારિયેળ ખરીદો, તેને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મુકો.
 
મૂલાંક 5 : અક્ષય તૃતીયા પર, મૂલાંક 5  વાળા લોકોએ કોઈપણ ઘરનો છોડ ખરીદવો જોઈએ અને તેને પોતાના ઘરમાં લગાવવો જોઈએ. છોડ ખરીદતી વખતે, તમે તુલસીનો છોડ, વાંસ અથવા અન્ય કોઈપણ છોડ ખરીદી શકો છો.
 
મૂલાંક 6 : અક્ષય તૃતીયાના દિવસે, ચોખા, ખાંડ કે ચાંદીના બનેલા કોઈપણ ઘરેણાં ખરીદવા એ મૂલાંક 6 વાળા લોકો માટે ખૂબ જ શુભ રહેશે.
 
મૂલાંક 7 : અક્ષય તૃતીયા પર, મૂલાંક 7 વાળા લોકોએ કાળા ચણા અથવા કાબુલી ચણા ખરીદીને રસોડામાં મુકવા જોઈએ. આ ઉપરાંત, કેળા ખરીદીને ગરીબોને દાન કરવા જોઈએ.
 
મૂલાંક 8 : અક્ષય તૃતીયા પર, મૂલાંક 8 વાળા લોકોએ કાળા તલ ખરીદવા જોઈએ અને તેને ઘરમાં રાખવા જોઈએ. આ તલનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન મહાદેવની પૂજામાં કરો.
 
મૂલાંક 9 : અક્ષય તૃતીયા પર અંક 9  વાળા લોકોએ પાણીનો ઘડો ખરીદવો જોઈએ. આ ઉપરાંત, તમે માટીના દીવા અથવા અન્ય સુશોભન વસ્તુઓ ખરીદી શકો છો. 9 અંક વાળા લોકો માટે સોનું ખરીદવું પણ શુભ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

What to buy on Akshaya Tritiya 2025 ? અક્ષય તૃતીયા પર ઘરે લાવો આ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા